રાજ્યમાં સિઝનનો સરેરાશ 38.26% વરસાદ થયો, સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો 38.26 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ ગત વર્ષે જુલાઇમાં જ સિઝનનો સરેરાશ વરસાદ 60 ટકા સુધી પહોંચી ગયો હતો. ગત વર્ષે જુલાઇમાં 222.37 મિલીમીટર એટલે કે 9 ઇંચ વરસાદ સમગ્ર રાજ્યનો સરેરાશ વરસ્યો હતો જ્યારે આ વર્ષે 195.68 એટલે કે 8 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

રાજ્યના 108 તાલુકામાં વરસાદી માહોલ
દેવભૂમિ દ્વારકામાં તો 155 ટકા, પોરબંદરમાં 106.91 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 84.87 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં શનિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ડાંગના વઘઇ, ખેડાના મહુધા અને ભરૂચના નેત્રંગ તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં રાણાવાવ, ખંભાળીયા, દ્વારકા અને ભાણવડમાં પણ અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં સૌથી વધુ વરસાદ

જિલ્લો વરસાદ ( ઈંચ)
ઉમરપાડા(સુરત) 8.5
નેત્રંગ (ભરૂચ) 4
વઘઈ (ડાંગ) 4
મહુધા (ખેડા) 3
રાણાવાવ (પોરબંદર) 3

આ સિઝનમાં સૌથી વધુ વરસાદ

જિલ્લો વરસાદ ( ઈંચ) ટકાવારી
દે. દ્વારકા 39 155
પોરબંદર 30 107
જામનગર 26 101
કચ્છ 14 85
જૂનાગઢ 24 67

આ સિઝનમાં સૌથી ઓછો વરસાદ

જિલ્લો વરસાદ ( ઈંચ) ટકાવારી
દાહોદ 5 16
ડાંગ 15 16
બનાસકાંઠા 5 20
નવસારી 16 22
તાપી 12 22

​​​​​​​

સૌરાષ્ટ્રમાં 67% વરસાદઃ દ.ગુજરાતમાં આ વખતે અત્યાર સુધીમાં સરેરાશની સામે માત્ર 25% વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છમાં 84.87%, સૌરાષ્ટ્રમાં 67% વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં 100%થી વધુ વરસાદ પડ્યો છે.

શું છે આગાહી? - એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ થશે
ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી છે. સાથે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરત નજીકના ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં નગરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં, જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું


from Divya Bhaskar https://ift.tt/3g2zBgK
via IFTTT

Post a Comment

أحدث أقدم