એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડે તાપી વ્યારાથી પકડેલા ઝારખંડના અને ગુજરાતમાં પથ્થલગડી મૂવમેન્ટ ચલાવતી એક મહિલા સહિત ત્રણ વ્યકિતઓને ઝડપી લીધા હતા. જેમાં સામુ સુઈલ ઓરેયા, બિરસા સુઈલ ઓરેયા તથા બબિતા કછપ સુકર કછપ( ત્રણે રહે ઝારખંડ)નો સમાવેશ થાય છે. 3 વ્યકિતઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આદરી છે.
આદિવાસીઓને ભ્રમિત કરી વિશ્વાસમાં લેતા
પ્રાથમિક તપાસમાં આ લોકોએ તાપી વ્યારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયમાં 150થી વધુ આદિજાતિના લોકોને પથ્થલગડી મૂવમેન્ટના સભ્ય બનાવી દીધા હોવાની માહિતી સાંપડી છે. જેના આધારે સભ્ય બનેલા લોકોની પુછપરછ કરવા માટે ATSની ટીમો કામે લાગી છે. બીજીતરફ આદિવાસીઓને કુદરતી સંપતિ પર માત્ર અને માત્ર તેમનો જ અધિકાર હોવાનું ઠસાવી તેમને સરકાર સામે હિંસક લડાઈ લડવા માટે ઉશ્કેરી સરકાર ઉથલાવવા સુધીના મનસુબા સાથે ચાલતી પથ્થલગડી મૂવમેન્ટના મુળ ગુજરાતમાં કેટલા ઉંડા છે તેની ઝીણવટભરી તપાસ થઈ રહી છે.
150થી વધુ સભ્યો હોવાની આશંકા
આરોપીઓએ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં વસતા સતીપતી સંપ્રદાયના અનુયાયીઓને ઉશ્કેરવાનું કામ હાથમાં લીધુ હતુ. તેઓએ અત્યારસુધીમાં પથ્થલગડી મૂવમેન્ટમાં 150થી વધુ સભ્યો બનાવ્યા હોવાની માહિતી સાંપડી છે. જેને લઈને એટીએસે તપાસ આદરી છે. સભ્યપદ માટે લોકો પાસેથી રૂ.900, 1000 અને 1200 જેટલી રકમ મેળવી પથ્થલગડી મૂવમેન્ટ માટે ફંડ એકત્ર કરવામાં આવ્યુ હોવાની પણ માહિતી બહાર આવી છે.
અમે મજૂર છીએ, અહીં ખેતી કરીને પેટનો ખાડો પૂરીશું એવું કહીને નકસલીઓ ગામમાં રહ્યા
સુરતઃ એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર પથ્થલગડી પ્રથાથી સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરનાર મૂળ ઝારખંડના બિરસા ઔરૈયા અને સામુ ઔરૈયા કાટસવમ ગામમાં છાપો મારીને ત્યાંથી બંનેની ધરપકડ કરી છે. તેઓને ઝારખંડથી કાટસવન ગામમાં આવવા માત્ર ચાર મહિના થયા હતા. છતા ગામવાસીઓએ તેમને સ્વીકારી લીધા હતા. તેઓએ કહ્યું તેઓ મજુર છે. ગામમાં રહેવા દેશો તો સારૂં ખેતીમાં મજુરી કરીને પેટનો ખાડો પુરીશું. તેથી ગામલોકોએ તેમને રહેવા દીધા હતા.
આ લોકોએ ઝારખંડમાં ધારાસભ્ય-એસપી અને 300 જવાનોને બંધક બનાવ્યા હતા
થોડા વર્ષો પહેલા ઝારખંડના ખુંટી જિલ્લામાં લોકોએ એક એમએલએને બંધક બનાવ્યો હતો.તેને છોડાવવા માટે ખુંટીના એસપી 300 જવાનોને લઈને ગયા હતા. ત્યારે ગામવાસીઓએ એસપી અને 300 જવાનોને પણ બંધક બનાવી લીધા હતા. આ બાબતે 2 હજારથી લધુ લોકો વિરુદ્ધ ત્યાં ગુનો નોંધાયો હતા. તેમાં બીરસા ઔરૈયા,સામુ ઔરૈયા અને બબીતા કછપ સહિતનાઓએ આગેવાની લીધી હતી. એટીએસે બબીતાને પણ મહિસાગર જિલ્લાના દલદાડા ગામમાંથી ઝડપી પાડી હતી.
પોલીસથી બચવા ત્રણે એક જ ફોનનો ભાગ્યે જ ઉપયોગ કરતા હતા
આરોપીઓની પુછપરછમાં બહાર આવેલી માહિતી અનુસાર તેઓ પોલીસની નજરથી બચવા માત્ર એક જ ફોનનો ઉપયોગ કરતા હતા. ખૂબ જ જરૂરી હોય ત્યારે જ તેઓ ફોનનો ઉપયોગ કરતા હતા. સામુ અને તેનો ભાઈ બિરસા લોકોને મળી પથ્થલગડી મૂવમેન્ટ શુ છે તે સમજાવતા અને કુદરતી સંપતિ પર માત્ર સતીપતિ સંપ્રદાયનો જ હક હોવાનુ કહી આદીજાતિના લોકોને ઉશ્કેરતા હતા અને તેમના સાથે જોડાવા માટે તૈયાર કરતા હતા. જ્યારે બબિતા કછપ સોશીયલ મીડીયાના માધ્યમથી પથ્થલગડી મૂવમેન્ટમાં વધુને વધુ લોકોને જોડવા માટે કામગીરી કરતી હોવાનું જાણવા મળ્યુ છે.
આદિવાસીઓનો અવાજ દબાવવા નક્સલવાદનું નામ આપી દવાય છેઃ છોટુ વસાવા
ઝઘડિયાઃ ગુજરાત એટીએસ દ્વારા મહિસાગર જિલ્લામાંથી 1 મહિલા અને તાપી જિલ્લામાંથી 2 આદિવાસી યુવકોની નક્શલવાદના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું છે કે, આદિવાસીઓ તેમના હક્કો માટે અવાજ ન ઉઠાવે અને કોઈ માંગણી ન કરે તે માટે નક્સલવાદનું નામ આપી દેવાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZZKzOF
via IFTTT
Post a Comment