અમદાવાદ,રવિવાર
કોરાનાની મહામારીના કારણે કેટલાય લોકોના ધંધા રોજગાર ખોરવાઇ ગયા હોવાથી અનેક લોકોે બેકાર બની ગયા હતા, નારોલમાં બેકારીથી કંટાળીને યુવકે શરીર ઉપર ટર્પેન્ટાઇન છાંટીને સળગી જઇને આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે અક્સ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શરીરે સખત રીતે દાઝી જતા એલ.જી.હોસ્પિટલમાં મહિનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું
આ કેસની વિગત એવી છે, કે નારોલ વિસ્તારમાં નારોલ જૂની કોર્ટ સામે મંજન ટેનામેન્ટમાં રહેતા ગીરીશભાઇ અરવિંદભાઇ તપોધન (ઉ.વ.૨૭)એ ગત્ તા. ૪ િ ડસેમ્બરના રોજ પોતાના ધરે એકલતાનો લાભ લઇને પોતાની જાતે પોતાના શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગી ગયા હતા. તેમને સારવારે માટે મણિનગરની એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.૧ના રોજ સવારે ૮.૩૦ વાગે મૃત્યું નીપજ્યુ હતું.
આ બનાવ અંગે નારોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની તપાસ કરતાં નારોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા મુજબ કોરાના મહામારીમાં લોકડાઉન વખતે મૃતક યુવકની નોકરી છૂટી ગઇ હતી , બાદમાં પિતા સાથે છૂટક ધંધો કરતા હતા, આ વ્યવસાય પણ સારો ચાલતો ન હોવાથી યુવક સતત ટેન્સનમાં રહેતો હતો અને આખરે બેકારીથી કંટાળીને આ પગલું ભર્યું હાવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છ, જો કે મૃતક યુવકના પરિવારજનો શોકમાં ગરકાવ હોવાથી વિશેષ પુછપરછ બાદ મૃતક યુવકના આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળશે તેમ જણાવ્યું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32Xk28k
via IFTTT
إرسال تعليق