
આંતરરાજ્ય મુસાફરી માટે નવ સીટરના પ્લેનમાં ભાડું 1999
કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સુરતથી આ સુવિધા શરૂ કરાવશે, અમદાવાદના રિવરફ્રન્ટ પાસેથી હેલિકોપ્ટર જોય રાઇટનો પણ આજથી પ્રારંભ થશે
ગાંધીનગર : ગુજરાતને આજથી સુરતમાં આંતરરાજ્ય હવાઇ સુવિધા મળશે. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઇ સેવા ખુલ્લી મૂકવાના છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવાના ભાગરૂપે આવતીકાલ 1લી જાન્યુઆરીએ રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો તથા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો શુભારંભ કરાશે.
આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ 1લી જાન્યુઆરી થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી એમ કુલ ચાર જગ્યા પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે.
વેન્ચુરા દ્વારા વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન 1999 રૂપિયા ટિકિટનો દર રાખવામાં આવ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qI76vD
via IFTTT
إرسال تعليق