કાર ચાલક પાસે ટોલટેક્ષ માંગતા રિવોલ્વર બતાવીને ધમકી આપી


પ્રાંતિજના કતપર ટોલટેક્ષ પાસે 

ટોલ કર્મીએ આઇકાર્ડ માગતા પોરબંદરના કોન્ટ્રાકટરે રિવોલ્વર બતાવીને ઉડાવી દેવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ 

પ્રાંતિજ : પ્રાંતિજ ટોલટેક્સ ઉપર કાર ચાલક પાસે ટોલટેક્સ માગતા રિવોલ્વર બતાવી  ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે આઠ પ્રાંતિજના કતપુર પાસે આવેલા ટોલટેક્સ ઉપર હિંમતનગર બાજુથી  કાર લઇને આવેલો ભુતીયા કિશોર ભાઇ દેવશીભાઇ( રહે.ધરમપુર, પોરબંદર)  નેશનલ હાઇવે રોડનું કામ કરતી ચેતક કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો અને ટોલટેક્સ બુથ ઉપરથી પસાર થતો હતો તે સમયે ટોલટેક્સ બુથ ઉપર રહેલા ટોલ ટેક્ષ પર ફરજ બજાવતો કર્મચારી મુઝફરખાન ઇમ્તિયાઝખાન પઠાણ (ઉ.વર્ષ -૨૦) ધંધો ટોલટેક્સ ઉપર છેલ્લા દશ વર્ષ થી નોકરી કરે છે જે ટોલટેક્સ બુથ ઉપર ઉભેલા હોવાથી ટોલટેક્સ ના નાણા માગતા આરોપીએ સ્ટાફમાં હોવાનુ જણાવતા ટોલ કર્મચારીએ આઇડીકાર્ડ માગતા કાર ચાલક ભુતીયા કિશોર ભાઇ દેવશીભાઇએ  રિવોલ્વર બતાવી ટોલ કર્મચારી મુઝફરખાનને  ગાળો બોલી કહેવા લાગ્યો કે તું મારી પાસે આઇ.ડી.કાર્ડ માગે છે તુ કિશોરભાઈને ઓળખતો નથી તેમ કહી ફાયરીંગ કરી ઉડાવી દેવાની ધમકીઓ આપી હતી.

આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક ભુતીયા કિશોર ભાઇ દેવશીભાઇ રહે.ધરમપુર,પોરબંદર વિરૂધ્ધ મુઝફરખાન ઇમ્તિયાઝખાન પઠાણ ટોલ કર્મચારી દ્રારા ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f0RfTd
via IFTTT

Post a Comment

أحدث أقدم