
સરકારનું કોઈ સેન્ટ્રલાઈઝ્ડ ડેટા મોનિટરિંગ જ નથી
10મીથી ધો. 1થી 5ની સ્કૂલો અને જરૂર પડે તબક્કાવાર સ્કૂલો બંધ કરવા સંચાલક મંડળની રજૂઆત
અમદાવાદ : સ્કૂલોના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાના કેસો વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં અમદાવાદના 25 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે ત્યારે સરકારની સૂચના મુજબ હાલ ડીઈઓ દ્વારા સ્કૂલોને જે ધોરણના વિદ્યાર્થી સંક્રમિત થયા હોય તે ધોરણના વર્ગો બંધ કરવાનો આદેશ કરવામા આવે છે.
જ્યારે બીજી બાજુ ખાનગી સ્કૂલ સંચાલક મંડળે 10મીથી ધો.1થી5ની સ્કૂલો અને જરૂર પડે આગળ તબક્કાવાર સ્કૂલો બંધ કરવા સરકારને લેખિત રજૂઆત કરી છે. જો કે હાલ સરકારનું કોઈ સેન્ટ્રલાઈઝડ ડેટા મોનિટરિંગ નથી.કયા જિલ્લામાં કયા ધોરણના કેટલા વિદ્યાર્થી સંક્રમિત થયા તે માટે સેન્ટ્રલાઈઝડ કોઈ સીસ્ટમ ઉભી ન કરાઈ હોઈ તે પણ હવે સરકારે ઉભી કરવાની જરૂર છે.
રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે 10મીથી ધો.1થી5ના વર્ગોમાં પ્રત્ય શિક્ષણ મંબધ કરીને સપ્તાહ દરમિયાન પુન:મોનિટરિંગ થવુ જોઈએ જો કેસ વધે તો બીજા તબક્કામાં ધો.6થી8ના વર્ગો અને ત્યારબાદ સ્થિતિ ગંભીર બને તો ધો.9થી11ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામા આવે.
રાજ્યમા ંતબક્કાવાર ઓનલાઈનમાંથી ઓફલાઈન શિક્ષણ ચાલુ થયુ હતુ .હાલ સરકારની સૂચના વગર દોઢથી પાંચ વર્ષની વયના નાના બાળકોને એકત્ર કરીને સાડા ત્રણ કલાકનું શિક્ષણ ચાલી રહ્યુ છે.જે પણ ચિંતાજનક છે.
જ્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા ખાનગી સ્કૂલોના સંચાલકોને કોરોનાને લઈને કાળજી રાખવા સંદર્ભે સૂચના આપી છે કે વિદ્યાર્થીમાં કોઈ પણ લક્ષણ હોય તો તાકીદે ચેકઅપ કરાવવામા આવે, શિક્ષકે સ્ટાફમાંથી કોઈ બિમાર હોય તો પ્રવેશ આપવો નહી,
બાળકોને શાળાએ પોષ્ટિક નાસ્તો લાવવા કહેવુ તેમજ ઘરેથી ઉકાળીને પાણી લાવવા કહેવુ, સ્કૂલોમાં નિયમિત કલાસરૂમ સહિતની જગ્યાઓમાં સેનિટાઈઝેશન કરવુ ઉપરાંત વાલીઓને બાળકો સ્વેચ્છાએ શાળાએ આવે પણ ફરજીયાત નહી તે સમજ આપવી.
હાલ રાજ્યના મુખ્ય શહેરોની સ્કૂલોમાં કોરોના સંક્રમિત વિદ્યાર્થીના કેસ વધી રહ્યા છે ત્યારે અત્યાર સુધી નોંધાયેલા કેસોમાં મોટા ભાગના કેસમાં વિદ્યાર્થી-પરિવારની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ સોશિયલ ફંકશન સહિતની બાબતો જોવા મળી છે.સ્કૂલમાંથી બાળક સંક્રમિત થયા હોવાના કેસ નહિવત દેખાયા છે.
જો કે હાલ વિદ્યાર્થી સંક્રમિત આવે તો સરકારની સૂચના મુજબ સ્કૂલે ફરજીયાત ડીઈઓને જાણ કરવાની હોય છે તેમજ જે તે સ્કૂલે જે તે ધોરણના તમામ વર્ગ બંધ કરી દેવાના હોય છે.8થી10 દિવસ સુધી જે તે ધોરણના વર્ગ બંધ રાખ્યા બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનુ હોય છે અને અન્ય ધોરણના બાળકોનું મોનિટરિંગ કરવાનું હોય છે.
અમદાવાદમાં બે વિદ્યાર્થી અને એક શિક્ષકનેે કોરોના
અમદાવાદ શહેરમાં ગઈકાલે સાત સ્કૂલોના 12 વિદ્યાર્થી કોરોના સંક્રમિત આવ્યા બાદ આજે વધુ બે વિદ્યાર્થી સંક્રમિત આવ્યા છે.જેમાં ઉદમગ સ્કૂલનો એક વિદ્યાર્થી છે અને એક વિદ્યાર્થી પાલડીની દામુભાઈ શુક્લ સ્કૂલનો છે.આ ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલી કુમાર વિનય મંદિરના એક શિક્ષક કોરોના સંક્રમિત થયા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sN2yGF
via IFTTT
Post a Comment