
સોશિયલ મીડિયામાં સરકાર વિરૂધ્ધ ટીકાઓનો વરસાદ
બાઇક-કારોનો કાફલા સાથે હજારોની ભીડ એકત્ર કરનારા મંત્રીઓએ ગાંધીનગરમાં કોરોનાને કાબૂમાં લેવા ચર્ચા કરીે
અમદાવાદ : નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર ગુજરાતમાં ચિંતાનો માહોલ સર્જયો છે. આ ઉપરાંત નિષ્ણાતોએ પણ ત્રીજી લહેર આવશે તેવી આશંકા વ્યક્ત કરી છે ત્યારે ભાજપ સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી છે કેમકે, સવારે હજારોની ભીડ એકત્ર કરી રોડ શો યોજવાનોને,સાંજે ગાંધીનગરમાં એસી રૂમમાં બેસીને કોરોનાની સિૃથતીની સમિક્ષા કરવાની.
ગુજરાતમાં કોરોના વકર્યો છે ત્યારે સરકાર ખુદ તાયફા કરવામાં મસ્ત બની છે ત્યારે સોશિયલ મિડીયામાં સરકાર વિરૂધૃધ ટીકાઓનો મારો ચાલ્યો છે અને લોકો કોમેન્ટો કરીને રોષ ઠાલવી રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે. રોજ નોંધાતા કેસોની સંખ્યા 1000ના આંકને પાર ચૂકી છે. રાજ્યમાં કોરોના વકરતાં ખુદ કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઇને ગુજરાત સરકારને સતર્ક રહેવા સૂચના આપી છે છતાંય આ તમામ વાતને નેવે મૂકાઇ છે.
સરકાર જ સુશાસન સપ્તાહ, નદી ઉત્સવ સહિતના કાર્યક્રમ યોજીને હજારોની ભીડ એકત્ર કરી રહી છે. ગઇકાલે રાજકોટમાં ય ભાજપે મેગા રોડ શો કરીને આખુય શહેર માથે લીધુ હતું. બાઇક-કારના કાફલા સાથે હજારોને ભેગા કરી ભાજપે શક્તિ પ્રદર્શન કર્યુ હતું.
હવે વાડ જ ચીભડા ગળે છે તેવો ઘાટ સર્જાયો છે. રોડ શોમાં ભીડ એકઠી કરનારાં મંત્રીઓએ સાંજે પાટનગર ગાંધીનગરમાં કોરોનાની સ્થિતીની સમિક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં ટેસ્ટિંગ વધારવા,કોન્ટેક્ટ ટ્રેસિંગ સઘન બનાવવા સુફિયાણી વાતો કરવામાં આવી હતી. લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે અંગે ચિતા વ્યક્ત કરાઇ હતી.
આ તરફ, સોશિયલ મિડીયામાં લોકોએ કોમેન્ટો કરી સરકારની ભરપૂર ટીકાઓ કરી હતીકે, સવારે રોડ શોને, સાંજે સમિક્ષા બેઠક યોજનાર સરકાર ગુજરાતીઓને જાણે મૂર્ખ સમજી રહી છે. સરકારે રાત્રિ કરફ્યૂ લાદતાં એવી કોમેન્ટ થઇ કે, રાત્રે કોરોના જાગે છે, સવારે કોરોના સૂઇ જાય છે.
ભાજપની રેલી,રોડ શોમાં જાઓ તો માસ્કની છૂટ, પણ બજારમાં જાઓને માસ્ક ન પહેરો તો રૂા.એક હજાર દંડ. એક યુઝર્સે તો એવી કોમેન્ટ કરી છેકે, ભાજપની રેલી હોય તો હજારોની મેદની એકત્ર કરવાની છૂટ પણ લગ્ન હોય તો 400થી વધુ ભેગા થાવ તો દંડ. આમ, સરકાર જ કોરોનાના નિયમોને લઇને ઢીલુ વલણ દાખવી રહી છે પરિણામે લોકો ભારોભાર નારાજ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qyUTsM
via IFTTT
Post a Comment