અમદાવાદમાં રેલ કર્મચારીઓ અસાલમત, લૂંટના બનાવ વધ્યા

અમદાવાદ,તા.08 જાન્યુઆરી 2022,શનિવાર

અમદાવાદમાં અસારવા, કાંકરિયા, મણિનગર, સાબરમતી સહિતના રેલ યાર્ડમાં કામ કરતા રેલ કર્મચારીઓ અસામાજિક તત્વોના ત્રાસથી પરેશાન છે અને અસલામતી અનુભવી રહ્યા છે. લૂંટ, મારામારી જેવા કિસ્સાઓ અવારનવાર બની રહ્યા છે. એકલ-દોકલ રેલ કર્મચારીને મારમારીને લૂંટી લીધાના કિસ્સાઓ વધ્યા છે. ૨૪ કલાક કામ કરતા રેલ કર્મચારીઓને રેલવે યાર્ડ અને રેલ પરિસરમાં સુરક્ષા આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

ગત તા.૨૭ ડિસેમ્બરના રોજ અસારવા સ્ટેશન પાસે રાત્રે ૧૧ વાગ્યે માલગાડીમાં ચઢીને  અઆતંક મચાવ્યો હતો. ગાર્ડ ડરની ડ્રાઇવ કેબીનમાં જતો રહ્યો હતો. તેથી તેનો બચાવ થયો હતો પરંતુ લૂંટારૂઓ બેટરી ઝૂંટવીને ભાગી ગયા હતા. આજ દિવસે સાબરમતી એક્સપ્રેસના મેઇન્ટેનન્સ સ્ટાફનો કર્મચારી પેસેન્જર યાર્ડમાં જતો હતો ત્યારે સાંરગપુર બ્રિજ નીચે બે શખસોને તેને આંતરિને લૂંટનો પ્રયાસ કર્યો હતો. મારામારી કરી હતી.

ગત તા.૫ જાન્યુઆરીના રોજ વટવા યાર્ડમાં ઓફ ડયુટી કરીને રેલવે કોલોની તરફ પરત જતા રેલ કર્મચારીને રિક્ષામાં સવાર ૩ શખસોએ ઝપાઝપી કરીને મોબાઇ લૂંટી લીધો હતો. આ અંગે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના સંયુક્ત મંડળ મંત્રી અને જેસી બેંકના ડાયરેક્ટર સંજય સુર્યબલીના જણાવ્યા મુજબ રેલ કર્મચારીઓ અસાલમતી અનુભવી રહ્યા છે.

રેલવે યાર્ડ, પરિસર, રેલવે ટ્રેક કે પછી નજીકના રસ્તાઓમાં રેલ  કર્મચારીને મારમારીને લૂંટી લેવામાં આવે છે. આવા કિસ્સામાં જીઆરપી દ્વારા એફઆઇઆર નોંધવામાં આવતી નથી. ફક્ત લેખિતમાં અરજી સ્વીકારાય છે. પોલીસ દ્વારા રેલવે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને રેલ કર્મચારીઓને સુરક્ષા આપવામાં આવે, તેમની ફરિયાદ લેવામાં આવે એફઆઇઆર નોંધીને અસામાજીક તત્વોને ઝડપી પાડવામાં આવે તેવી માંગણી છે.આ અંગે તેઓએ ડીઆરએમને રજૂઆત કરી છે.

રેલ કર્મચારી દિનેશ મીણાને સારંગપુર બ્રિજ નીચે આંતરીને ૨ લોકોએ ઝપાઝપી કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો આ કેસમાં એક આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nal9sF
via IFTTT

Post a Comment

Previous Post Next Post