
શારીરિક કસોટીમાં બનાવટી કોલ લેટર સાથે ઉમેદવાર ઝડપાયો
ગોધરાના એસઆરપી ગૂ્રપના ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી સમયે સમગ્ર બાબત ધ્યાનમાં આવી : કોલ લેટર બનાવનારની ધરપકડ
અમદાવાદ : ગુજરાતમાં વિવિધ સ્થળોએ હાલ લોક રક્ષક દળ (એલઆરડી)ની શારિરીક કસોટીની કામગીરી ચાલી રહી ેછે. જેમાં શુક્રવારે ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે શારિરીક કસોટી સમયે એક જ બાર કોડ ધરાવતા બે ઉમેદવારો આવતા અધિકારીઓએ તપાસ કરી હતી.
જેમાં અમદાવાદ જિલ્લાના ધોળકાથી આવેલા ઉમેદવાર પાસે રહેલો કોલ લેટર બનાવટી હોવાનું બહાર આવ્યુ હતું. જે યુવકના ખેડાના પાણશોલી ખાતે રહેતા બનેવીએ તૈયાર કરી આપ્યો હતો. જો કે યુવકને ખ્યાલ નહોતો કે આ કોલ લેટર બનાવટી છે. જેથી હાલ આ અંગે ગોધરા પોલીસે બનાવટી કોલ લેટર તૈયાર કરનાર વ્યકિત સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પીએસઆઇ એચ આર ચૌહાણ અને તેમનો સ્ટાફ સવારે ઉમેદવારોને બારકોડના આધારે ગ્રાઉન્ડમાં પ્રવેશ આપી રહ્યો હતો. જેમાં અમદાવાદ જિલ્લાના ધોળકામાં રહેતો સંદીપ ઠાકોર નામનો યુવક શારિરીક કસોટી માટે આવ્યો હતો. જેનો બારકોડ લખીને તેને શારિરીક કસોટી માટે ગ્રાઉન્ડમાં મોકલી અપાયો હતો. થોડીવાર પછી ખેડા જિલ્લાના ભગાપુર સારસામાં રહેતો રોહિત પરમાર નામનો યુવક આવ્યો હતો.
જેના કોલ લેટરમાં દર્શાવેલો બારકોડ અને સંદીપ ઠાકોરનો બારકોડ સરખો હોવાથી પોલીસે ંસંદીપને બોલાવીને પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ખેડાના પાણશોલી ખાતે રહેતા અને ધોળકા કલીકુંડ વિસ્તારમાં જય ભોલે કોમ્યુનિકેશનની દુકાન ધરાવતા તેના બનેવી રીતેશ ચૌહાણે તેનું રજીસ્ટ્રેશન કરાવીને આ કોલ લેટર આપ્યો હતો.
જેથી પોલીસે રીતેશ ચૌહાણને બોલાવતા તેણે કબુલ્યુ હતું કે રોહિત પરમારના વોટસ્એપ સ્ટેટસમાં તેણે કોલ લેટર જોયો હતો. જેને નંબરને આધારે ડાઉનલોડ કરીને તેમાં ચેડા કરીને સંદીપનું નામ લખીને તેને આપી દીધો હતો.જે અંગે ગોધરા પોલીસે રીતેશ ચૌહાણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આમ, એલઆરડીની પરીક્ષામાં બનાવટી કોલ લેટરનો પ્રથમ ગુનો નોંધાયો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zG1hTx
via IFTTT
إرسال تعليق