
ઠંડીમાં ટીશર્ટ પહેરવાનું કહેતા લાગી આવ્યું
માતાની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે કિશોરને સુરતથી શોધીને માતાને સુપરત કર્યો
બગોદરા : ધોળકાના બેગવા ગામે ટીશર્ટ પહેરવા બાબતે ઠપકો આપતા સત્તર વર્ષનો બાળક સુરત જતો રહ્યો હતો. બાદમાં પોલીસની તપાસમાં બાળક સુરતથી મળી આવ્યો હતો.
અમદાવાદ જિલ્લાના ધોળકાના બેગવા ગામે રહેતા મધુબેન ભરતભાઈ મુઠવા (પગી)નાઓ એ કોઠ પોલીસ મથકે પોતાનો દિકરો ગુમ થયાની જાણ કરી હતી અને પોતાના દિકરાને શરદીની મોસમના કારણે ટીશર્ટ પહેરવાનું કહેતા તેને લાગી આવતા મોબાઈલ સાથે સ્કૂલે ગયા બાદ બારોબાર ક્યાંક જતો રહ્યો હતો. જેની કોઠ પોલીસ મથકના પી.એસ.આઈ. સહિતના સ્ટાફે બાળખની શોધખોળ હાથ ધરી હતી અને તે સુરત હોવાનું માલુમ પડતા પોલીસ સૂરત પહોંચી તેને લાવી માતાને સોંપવામાં આવ્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eKS9TK
via IFTTT
Post a Comment