માંડલ તાલુકાના વિંઝુવાડામાં ખેડૂતોએ દાડમનું વાવેતર કરી બમણી આવક રળી


કપાસ, મગફળીમાં નુકસાન થવાથી ખેડૂતોનો નવતર પ્રયોગ 

ગામમાં એક હજાર હેકટરમાં દાડમનું વાવેતર કરી પુષ્કળ ઉત્પાદન મેળવ્યું : શેરડીનું પણ નોંધપાત્ર વાવેતર 

માંડલ : માંડલ તાલુકાના ખેડૂતો કપાસ, મગફળી સહિતના ખરીફ કે રવી પાકોમાં પુરતુ વળતર ન મળતા હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે તાલુકાના વિઝુંવાડા ગામમાં ખેડૂતોએ એક હજાર હેકટરમાં દાડમની ખેતી કરીને નવો રાહ ચિધ્યો છે અને ખેડૂતો હાલમાં દાડમની પાકથી આવક પણ બમણી મેળવી રહ્યા છે. 

માંડલ તાલુકો ગુજરાતમાં ખેતીની કક્ષાએ પ્રથમ હરોળમાં આવે છે. આજથી દસ પંદર વર્ષ પહેલાં ખેડૂતો માત્ર કપાસ, જીરું, એરંડાની જ ખેતી કરતાં હતાં અને બાગાયતી ખેતી એટલે શું ? આ બાબતે ખેડૂતોને ૧ ટકો પણ જ્ઞાાન હતું નહીં. માંડલ તાલુકાના ખેડૂતો હવે શેરડી, દાડમ, આમળાં તેમજ વરીયાળી અને તુવેર, ભીંડા, ગુવાર જેવા બાગાયતી પાકોની ખેતી કરવા લાગ્યા છે.  

તાલુકામાં કેટલાંક ખેડૂતોએ પોતાની જમીનને પ્રાકૃતિક ખાતર આપી જમીનને ફળદ્પ બનાવી બાગાયતી ખેતીની શરૂઆત કરી અને એમાં ખેડૂતોને સફળતા મળી હતી. આ શિયાળામાં પણ માંડલ તાલુકાના વિંઝુવાડા ગામના ખેડૂતોએ ૧ હજાર હક્ટરમાં દાડમની ખેતી કરી છે અને દાડમનો પુષ્કળ પ્રમાણમાં પાક ઉતરી રહ્યો છે. ખેડૂતો જણાવે છે કે હાલ બજારમાં દાડમ ૩૦ રૂપિયાથી લઈને ૪૦ રૂપિયાના કિલોના ભાવે વેંચાઈ રહ્યાં છે.  માંડલ તાલુકામાં હવે ખેડૂતો બાગાયતી ખેતી તરફ પ્રયાણ કરી રહ્યાં છે અને હવે શેરડી, દાડમના પાકો પણ માંડલ પંથકમાં થઈ રહ્યાં છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eG3i8u
via IFTTT

Post a Comment

Previous Post Next Post