કૃષિ યુનિ.એ કામધેનુ યુનિવર્સિટી માટે રિસર્ચ સેન્ટર ટ્રાન્સફર જ ન કર્યાં !


નવ મહિના પહેલાં જાહેરનામું બહાર પડયું પણ

24 સંશોધન કેન્દ્ર તબદીલ કરવાનાં હતાં તે હવે એપ્રિલ 2022 પછી થાય તેવી શક્યતા

ગાંધીનગર : ગુજરાતની કામધેનુ યુનિવર્સિટી હજી પણ સંશોધન સેન્ટરોથી વંચિત રહી છે. સરકારે નવ મહિના પહેલાં જાહેરનામું બહાર પાડીને ચાર કૃષિ યુનિવર્સિટીના 24 સંશોધન સેન્ટરો આ યુનિવર્સિટીમાંથી ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો હતો પરંતુ તે સેન્ટરો ટ્રાન્સફર થઇ શક્યા નથી.

2009માં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના થઇ હતી. વિદ્યાર્થીઓને રીસર્ચ સેન્ટરોનો લાભ મળે તે માટે રાજ્યની આણંદ, જૂનાગઢ, નવસારી અને દાંતીવાડા એમ ચાર કૃષિ યુનિવર્સિટીઓમાંથી કુલ 24 જેટલા સંશોધન સેન્ટર આ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરવાના થતાં હતા.

હાલ કામધેનુ યુનિવર્સિટી પાસે હિંમતનગરમાં એક જ પશુધન સંશોધન સ્ટેશન છે. છ વર્ષ પહેલાં શરૂ થયેલા સંશોધન કેન્દ્રમાં દસથી બાર ગાયો હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તેમાં ભાગ્યે જ કોઇ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.  નવસારી કૃષિ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે નવા વર્ષ 2022ના એપ્રિલ મહિનાથી સંશોધન સેન્ટરો ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ યુનિવર્સિટીમાંથી નવસારીમાં આવેલું લાઇવસ્ટોક રિસર્ચ સ્ટેશન તેમજ વઘઇમાં આવેલું પોલિક્લિનિક કામધેનુ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરવાનું થાય છે. મળતી માહિતી પ્રમાણે 24 સંશોધન સેન્ટરો પૈકી આણંદમાં 10, જૂનાગઢમાં 8, નવસારીમાં બે અને દાંતીવાડામાં બે સેન્ટરો આવેલા છે. એક એક્વાકલ્ચર સેન્ટર ઉકાઇમાં અને ઓવ ઇન્સ્ટ્રક્શનલ એન્ડ એનિમલ ફોડક ફાર્મ્સ પશુચિકિત્સા કોલેજ સાથે જોડાયેલું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/345VoD7
via IFTTT

Post a Comment

Previous Post Next Post