બાવળા શહેરના વોર્ડ નંબર 6 અને 7માં સફાઇના અભાવે ગંદકીના ગંજ


ઉભરાતી ગટરોનું પાણી રસ્તા પર ફરી વળ્યું

પાલિકાના અધિકારીઓ રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવતો જ નથી

બગોદરા : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરના વોર્ડ ૬ અને ૭માં સફાઇના અભાવે પારાવાર ગંદકી જોવા મળી રહીં છે. આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રના અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવાતા નથી.

છેલ્લા ઘણા સમયથી બાવળા શહેરમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે. શહેરના વોર્ડ નંબર છ અને સાતમાં સફાઇના અભાવે કચરો ફેલાયો છે. અનેક સોસાયટીઓની સામે ગટરના પાણી ફરી વળ્યાં છે. ગટરલાઇન ચોકઅપ થવાથી છેલ્લા બે-ત્રણ વર્ષથી પાણી ભરાઇ રહ્યું છે. આ અંગે વિસ્તારના નાગરિકો દ્વારા તંત્રના જવાબદાર અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નથી. 

સ્થાનિકો દ્વારા બાવળા નગરપાલીકાના ચીફ ઓફીસર સિદ્યાર્થ પટેલને અનેકવાર રજુઆતો કરવા છતા સમસ્યાનો ઉકેલ આવતો નથી. અધિકારીઓ દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવે છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે અમારા વિસતારમાં અનેક લોકો બીમાર પડયા છે. મેલેરીયા, ડેન્ગ્યુના કેસ પણ વધ્યા છે. બાળકો, વૃદ્ધ, મહીલાઓ સહિત દદીઓને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qXbBlX
via IFTTT

Post a Comment

Previous Post Next Post