અમદાવાદ,રવિવાર
ઓઢવમાં ચોરીની વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સોની આંખમાં તસ્કરોેએ ધૂળ નાંખી હતી, પાયલ જ્વેલર્સના માલિકે પાણીના જગમાં રૃા. ૫૦ હજારના દાગીના સતાડયા હતા, તસ્કરોએ સોનીની દુકાનના તાળાં તોડીને અંદરથી સોનાની દાગીના ભરેલા પાણીના જગની ચોરી કરી હતી.
પાયલ જ્વેલર્સના તાળા તોડીને તસ્કરો માત્ર પાણીનો જગ લઇ ગયા ઃ જાણભેદુ હોવાની શંકા આધારે પોલીસે તપાસ હાથ ધરી
આ કેસની વિગત એવી છે કે ઓઢવ વિસ્તારમાં બળીયાદેવ પાર્ટી પ્લોટ પાસે દર્શન સોસાયટીમાં રહેતા અને ઓઢવ કડિયાનાકા પાસે પાયલ જ્વેલર્સના નામે સોના ચાંદીના દાગીના વેચવાનો વ્યવસાય કરતા વિશાલભાઇ ધીરજભાઇ જૈને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવી છે કે તા.૩૧ના રોજ કોઇક અજાણી વ્યકિત દુકાનના તાળા તોડીને દુકાનમાં મૂેકેલા પાણીનો જગ લઇને જતો રહ્યો હતો. આ જગમાં સોનાના રૃા, ૪૯,૧૦૦ની કિંમતના દાગીના મુકેલા હતા, આ ઘટના અંગે ઓઢવ પોલીસે ચોરીનો ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે, પોલીસને શંકા છે કે કોઇક જાણભેદુએ ચોરી હોવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zj4ub8
via IFTTT
Post a Comment