ઇડર તાલુકાના ખેડૂતો સાથે રૂા.1.12 કરોડની છેતરપિંડી


ચાર વ્યકિત સામે પોલીસ ફરિયાદ

અમદાવાદના બે વ્યક્તિઓએ કંપની ઊભી કરી એજન્ટો રોકી મગફળી ખરીદ્યા બાદ ઠગાઇ કરી

ઇડર : ઇડર તાલુકાના પૂર્વ પંથકના ખેડૂતો સાથે મગફળીની ખરીદીના નામે રૂપિયા 1.12 કરોડની અમદાવાદના બે સહિત ચાર શખ્સોએ છેતરપિંડી કર્યાની ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદમાં રહેતા રાજેન્દ્ર સેંધાભાઇ પ્રજાપતિ તથા હનિફભાઇ નામના વ્યક્તિઓએ મળી સુજલ ડોલ્ફીન ઓગ્રો નામની કંપની ઉભી કરી હતી. આ કંપનીના નામે ઇડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મગફળી ખરીદવા સ્થાનિક એજન્ટ તરીકે મેસણ ગામે રહેતા સવાઇસિંહ ઉર્ફે ધેમરભાઇ તથા હિતેશ નરસિંહ પટેલની નિમણૂક કરી હતી. 

આ બંને સ્થાનિક એજન્ટોએ ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીની લેણી રકમ કપંનીએ ચેક મારફતે ચૂકવી આપી ખેડૂતોનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. ત્યાર બાદ તાલુકાના ચોરીવાડ, ચોટાસણ, ચોટાસણ કંપામાંથી રૂપિયા 1,11,77,006ની મગફળીની ખરીદી કરી ખેડૂતોને લાંબી મુદતના ચેક આપ્યા હતા.

જોકે, તમામ ખેડૂતોના ચેક બાઉન્સ થઇને પરત આવતા ખેડૂતોએ સ્થાનિક બંને પાસે ઉઘરાણી કરી હતી. વારંવાર ઉઘરાણી કરવા છતાં બાકી નીકળી રકમ નહીં મળતા આખરે છેતરપિંડીનો ભોગ બનાલા તમામ ખેડૂતો વતી ખેડૂત પ્રવિણભાઇ જીવાભાઇ પટેલે બે સ્થાનિક એજન્ટ અને સુજલ ડોલ્ફીન ઓગ્રો નામની કંપનીના બંને માલિકો સામે છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n7ZbGX
via IFTTT

Post a Comment

أحدث أقدم