પૂર્વ અમદાવાદમાં 10 નવી મ્યુનિ.સ્કૂલો બનશે, 9 સ્માર્ટ સ્કૂલ ચાલુ કરી દેવાઇ

અમદાવાદ,તા.07 જાન્યુઆરી 2022,શુક્રવાર

અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડ દ્વારા શુક્રવારે તેનું વર્ષ ૨૦૨૨-૨૩નું વાર્ષિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ અમદાવાદને મહતમ ફાયદો કરવામાં આવ્યો છે. શહેરમાં ૧૯ માંથી ૧૦ નવી મ્યુનિ.શાળા પૂર્વ અમદાવાદમાં બનાવવામાં આવશે આ માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત પણ કરાશે. અસારવા પબ્લિક સ્કૂલ, નવા વણઝર પબ્લિક સ્કૂલ અને મણિનગર પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમની સ્કૂલો આ વર્ષમાં જ શરૂ કરાશે. 

પૂર્વ અમદાવાદમાં સ્કૂલ બોર્ડ દ્વારા વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. નવા નરોડા પ્રાથમિક શાળા, સરસપુર શાળા નં-૨૬માં અનુપમ મોડેલ સ્કૂલ નિર્માણાધીન છે.આ શાળાઓ અત્યાધુનિક ટેકનોલોજીસભર હશે.

આ અંગે મ્યુનિ.સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઇના જણાવ્યા મુજબ પૂર્વ અમદાવાદને આ ડ્રાફ્ટ બજેટમાં પુરેપુરો ન્યાય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂર્વમાં કાંકરિયા શા.નં.૫, ઇન્દ્રપુરી પબ્લિક સ્કૂલ, લીલાનગર પબ્લિક સ્કૂલ, હાથીજણ પબ્લિક સ્કૂલ, અસારવા શાળા નં.૭/૮, અસારવા શાળા નં.૧૯/૨૦, વટવા શાળા નં.૧/૨, બહેરામપુરા શાળા નં.૨૨ અને સૈજપુર શાળા નં.૬ નવી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે.

પૂર્વ અમદાવાદમાં સ્થાનિક રહીશો , કોર્પોરેટરા, પદાધીકારીઓની ભલામણ, માંગને ધ્યાને લઇને ૧૦  નવી શાળાઓ બનાવવાનું આયોજન છે. આ માટે રાજ્ય સરકારમાં મંજૂરી માંગવામાં આવી છે.

અમદાવાદના પશ્ચિમ ભાગ ઉપરાંત પૂર્વ અમદાવાદમાં  પણ ગરીબ અને ચાર રસ્તા પર મોટી સંખ્યામાં નાના બાળકો ભીખ માંગતા હોય છે. આ બાળકોને પણ ભણતરનો લાભ મળે તે માટે મ્યુનિ.કમિશનર લોચન શહેરાની રાહબરી હેઠળ સિગ્નલ સ્કૂલનો નવો પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં ભીખ માંગતા બાળકોને શોધીને મ્યુનિ.બસોમાં ક્લાસ રૂમ બનાવીનેદિવસમા ંપાંચ કલાક ભણાવવામાં આવશે. તેઓને મધ્યાહન ભોજન, ગણવેશ, સાહિત્ય સહિતની તમામ મદદ કરાશે. હાલમાં પાંચેક મ્યુનિ.બસો આ માટે ફાળવાશે જેને રોડ પર મુકીને બાળકોને ભણાવાશે. આ પછી બાળકોને તેમની નજીકની મ્યુનિ.શાળામાં પ્રવેશ અપાશે.

શહેરમાં ૪૪૩ મ્યુનિ.શાળાઓ છે જેમાં ૧.૫૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૮૮૭ કરોડ રૂપિયા બજેટ ફાળવાયું છે. ગત વર્ષે ૭૬૫ કરોડ રૂપિયા બજેટ ફાળવાયું હતું.

પૂર્વ અમદાવાદમાં કયાં નવી મ્યુનિ.શાળા બનાવાશે ?

- વિરાટનગર વોર્ડમાં ટીપી ૪૪ , એફપી ૧૯૩

- ઇન્દ્રપુરી વોર્ડમાં ટીપી ૨, એફપી ૨૨

- હંસપુરા-નરોડા વોર્ડમાં ટીપી ૧૨૧, એફપી ૧૨૨

- નવા નરોડા પ્રાથમિક શાળા, પાશ્વનાથ ટાઉનશીપ

- નારોલ એફપી ૯૯

- હાથીજણ વોર્ડ , આર.ટી.ઓ.રોડ, સૂર્યમ ગ્રીન રેસીડેન્સીપાસે

- ભાઇપુરા વોર્ડમાં ધીરજ હાઉસિંગ પાસે ટીપી ૨૫, એફપી ૭૧૧

- વસ્ત્રાલ વોર્ડમાં ટીપી ૧૧૨, એફપી ૫૬/૧ અને ૫૬/૨પુષ્પ રેસીડેન્સી પાસે

- મણિનગર શાળા નં.૧, જયહિંદ ચાર રસ્તા

- ગોમતીપુર શાળા નં૩/૪



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f3YA4G
via IFTTT

Post a Comment

Previous Post Next Post