
પોલીસ ક્લીયરન્સ ન મળવાનો કેસ
રિજનલ પાસપોર્ટ ઓફિસ, કેનેડાના ભારતીય દૂતાવાસે હાઇકોર્ટના નિર્દેશોનું પાલન ન કર્યુ : અરજદાર
અમદાવાદ : ગાંધીનગર જિલ્લાની એક મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ દ્વારા આક્ષેપ કર્યો છે કે પોલીસની બેદરકારીના કારણે ંકલીઅરન્સ સર્ટિફિકેટ ન મળતા કેનેડાના પી.આર. (પરમેનેન્ટ રેસિડેન્સી) મળી રહ્યા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કોર્ટે આ અંગે રિજનલ પાસપોર્ટ ઓફિસ અને કેનેડા સિૃથત ભારતીય દૂતાવાસને 15 કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હોવા છતાં કાર્વાહી ન થતાં મહિલાએ કન્ટેમ્પ્ટ અરજી કરી હતી અને કોર્ટે દૂતાવાસ અને પાસપોર્ટ ઓફિસને કન્ટેમ્પ્ટ નોટિસ પાઠવી વધુ સુનાવણી 14મી ડિસેમ્બરના રોજ નિયત કરી છે.
હાઇકોર્ટ સમક્ષ મહિલાની રજૂઆત હતી કે 2016થી કેનેડામાં રહે છે અને હવે તેને ત્યાંના પી.આર. મળે તેમ છે. જેના માટે તેણે ગાંધીનગરના સૃથાનિક પોલીસનું વેરિફિકેશન સર્ટિફિકેટ અને ક્લીઅરન્સ સર્ટિફિકેટ જરૂરી છે.
તેણે જ્યારે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારે સાસરિયાએઓ વેરિફિકેશનની કામગીરી સામે અરજી કરી હતી. કોઇ ક્રિમીનલ રેકોર્ડ ન હોવા છતાં તેને વેરિફિકેશન સર્ટિ અપાયું નહોતું. અંતે મહિલાએ હાઇકોર્ટમાં અરજી કરી ત્યારબાદ વેરિફિકેશન સર્ટિ અપાયું હતું. હવે ફરી પોલીસ ક્લીરન્સ સર્ટિફિકેટ આપવામાં બેદરકારી કરી રહી છે.
આ અંગે હાઇકોર્ટે રિજનલ પાસપોર્ટ ઓફિસ અને કેનેડાના ભારતીય દૂતાવાસને 15 દિવસમાં કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે આ દિવસો દરમિયાન બન્ને પ્રતિવાદીઓએ કોઇ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ અરજદાર મહિલા દ્વારા કરાયો છે અને કન્ટેમ્પ્ટ અરજી કરવામાં આવી છે. જેમાં કોર્ટે કન્ટેમ્પ્ટ નોટિસ પાઠવી વધુ સુનાવણી 14મી ડિસેમ્બરના રોજ નિયત કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oNbcTf
via IFTTT
Post a Comment