અમદાવાદ,શનિવાર
શહેરના કોટ વિસ્તારમાં રહેતી મહિલાને સોશિયલ મડિયાના ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવક સાથે મિત્રતા થઇ હતી બન્નેના પરિવારની રાજીખુશીથી લગ્ન થયા હતા. લગ્ન બાદ પત્ની સગર્ભા થતાં પતિએ કહ્યું બાળક મારુ નથી બીજા કોઇનું છે જેથી મનમાં લાગી આવતા પરિણિતાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
બાળક કઢાવ્યા પછી સસરા અને જેઠે કહ્યું અમારી પહેલી ખુશી હતી, અલગ જવાના બદલે પતિ પિયરમાં મૂકી જતા મનમાં લાગી આવતા મહિલાએ દવા ગટગટવી દીધી
રખિયાલમાં રહેતી મહિલાએ પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવક સાથે મિત્રતા થઇ હતી ત્યારબાદ આ સબંધ લગ્નમાં પરિણમ્યા હતા. લગ્ન બાદ મહિલા સગર્ભા થતાં પતિને જાણ કરી હતી જેથી પતિએ કહ્યુંકે આ બાળક મારુ નથી બીજા કોઇનું હશે તેમ કહેતા મહિલાએ બાળકને કઢાવી કાઢ્યું હતું. બીજીતરફ સાસરી સસરા અને જેઠ નારાજ થઇ ગયા હતા અને બાળક કેમ કઢાવ્યું અમારી પહેલી ખુશી હતી આમ કહેતા મહિલાએ પતિને અલગ રહેવા જવાની વાત કરી હતી.
બીજીતરફ બાળક કઢાવવા બાબતે તકરાર થતાં પતિ મહિલાને પિયરમાં મૂકી આવ્યો હતો,તા. ૧૬ના રોજ પતિનો ફોન આવતા મહિલાએ અલગ જવાની વાત કરતાં મહિલા સાથે તકરાર કરી હતી જેથી મનમાં લાગી આવતાં મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિષ કરી હતી. મહિલાને ઝેરી દવાની અસર થતાં હાલમાં દવાખાનામાં સારવાર હેઠળ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mgvYJq
via IFTTT
إرسال تعليق