બાપુનગરમાં પ્રેમ પ્રકરણમાં મકાન ઉપર હુમલો કરી વાહનોની તોડફોડ કરી

અમદાવાદ,સોમવાર

બાપુનગરમાં યુવતીના પ્રેમ પ્રકરણમાં યુવક કંઇક જાણતો હોવાની શંકા રાખીને ચાર શખ્સોએ યુવકના ઘર ઉપર હુમલો કરીને વાહનોની તોડફોડ કરી હતી અને જતા જતાં યુવકના હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપી હતી.  આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિક્ષા ઉંધી કરીને તોડફોડ કરી,તમારા છોકરાને કે જો કે છોકરીની  વિગતો જદલી આપી દે નહીતર સારુ નહી થાય, જ્યાં મળશે ત્યાં હાથ-પગ તોડી નાખીશુંં

આ કેસની વિગત એવી છે કે બાપુનગર ગુ.હા.બોર્ડના મકાન હરદાસનગર ખાતે રહેતા જીતેન્દ્રભાઇ ભગાજી મારવાડી (ઉ.વ.૨૯)એ ગુ.હા.બોર્ડ,હરદાસનગર ખાતે રહેતા સંજુ ચૌહાણ તથા ચેતન મારવાડી અને સોનું પરિહાર સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોધાવી છે કે સંજુ ચૈહાણે ગઇકાલે રાતે ૯.૧૫ વાગે ફોન કરીને કહ્યું હતુ ં કે મારી માસીની દિકરી ફોન ઉપર કોની સાથે વાત કરે છે, તેથી યુવકે તે પોતે કઇ જાણતો ન હોવાની વાત કરી હતી. 

ત્યારબાદ થોડીવારમાં પડોશી મિત્રને ફોન આવ્યો હતો કે ચાર શખ્સો આવીને વાહનોની તોડફોડ કરી રહ્યા છે, જેેથી યુવકે ઘરે આવીને પપ્પાને પૂછ્યું તો જાણવા મળ્યું કે ઉપરોક્ત આરોપીઓ લાકડીઓ તથા  ચાકુ લઇને આવ્યા હતા અને આવીને મકાન  ઉપર હુમલો કરીને દરવાજાને લાકડીઓ મારીને રિક્ષા ઉધી પાડીને તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. જતા જતા તમારા છોકરાને કે જો કે છોકરીની  વિગતો જદલી આપી દે નહીતર સારુ નહી થાય, જ્યાં મળશે ત્યાં હાથ-પગ તોડી નાખીશું તેવી ધમકી આપી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3HhUxxs
via IFTTT

Post a Comment

Previous Post Next Post