સ્ક્રૂટિની એસેસમેન્ટની સમયમર્યાદા પૂરી થઈ હોય તો પણ નોટિસ આપી રહેલા અધિકારીઓ


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

આવકવેરા કચેરીના દરોડાના કેસોમાં જે વર્ષની સ્ક્રૂટિની થઈ ગઈ હોય અને તેને આધારે આકારણી કરી દેવામાં આવી હોય તેમ જ આકારણી કરવા માટેની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય તેવા કેસમાં પણ આકારણી કરીને આવકવેરા અધિકારીઓ આકારણી કરીને મોટી રકમની ટેક્સ ડીમાન્ડ કાઢી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો ગુજરાતની આવકવેરા કચેરીના અધિકારીો માટે બંધનકર્તા હોવા છતાંય તેઓ આ ચૂકાદાને ગણકારતા જ નથી અને ઘણાં કેસમાં આકારણી કરી લે છે. 

કોર્ટના ચૂકાદા પ્રમાણે આ પ્રકારના કેસોમાં કોઈ વાંધાજનક દસ્તાવેજો મળ્યા ન હોય કે પછી બિનહિસાબી આવકની વિગતો ન મળી હોય તો તેવા કેસમાં આવકવેરા અધિકારીઓ આવકમાં ઉમેરો કરી શકતા નથી. તેમ જ કરદાતાએ કરેલા ખર્ચને બાદ આપવાનો ઇનકાર પણ કરી શકતો નથી. કોર્ટના ચૂકાદામાં આ બાબતો અંગે સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાંય આવકવેરા અધિકારીઓ કોર્ટના ચૂકાદાને પણ ઘોળીને પી જઈને કરદાતાઓની આવકની આકારણીમાં અતિરેક કરીને તેમની કઠણાઈ વધારી રહ્યા છે. 

આવકવેરાના આકારણી અધિકારીના અતિરેકને પરિણામે કરદાતાએ સૌથી પહેલા તો તેમણે કાઢેલી ડીમાન્ડની રકમની ૨૦ ટકા રકમ જમા કરાવીને અપીલમાં જવું પડે છે. આ ૨૦ ટકા રકમ કાઢવાનું ભારત કરદાતાને માથે વધે છે. બીજું, તેણે તેને માટે વકીલરોકવો પડે છે. વકીલની મસમોટી ફી પણ ખર્ચવી પડે છે. વાક્ય સાંભળતા જ કેસ ફગાવી દે છે.

આવકવેરા અધિકારીને દરોડા દરમિયાન કરદાતાને ત્યાંથી કે તેની સાથે સંકળાયેલી કોઈ પાર્ટી પાસેથી વાંધાજનક દસ્તાવેજો મળ્યા હોય તો તેઓ આ પ્રકારે આવકવમાં ઉમેરો કરી શકે છે. વાંધાજનક દસ્તાવેજો ન મળ્યો હોય તો પણ આવકમાં ઉમેરો કરે તો તેને આવકવેરાની ટેકનિકલ ભાષામાં અનએબેટેડ એસેસમેન્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. એપેલેટ ટ્રીબ્યુનલમાં જઈને કરદાતાના વકીલ દલીલ કરતાં કહે કે આ અનએબેટેડ એસેસમેન્ટનો કેસ છે. આ એક વાક્ય સાંભળતાની સાતે જ અપેલેટ કોર્ટ કરદાતાનો કેસ કાઢી નાખે છે. આ સ્થિતિમાં આકારણી અધિકારીને પહેલાથી જ આ પ્રકારની આકારણી કરતાં રોકવામાં આવે તે જરૃરી છે. 




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EsxrlX
via IFTTT

Post a Comment

أحدث أقدم