રૂ.૪૨ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં બેની ધરપકડ કરવામાં આવી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

રૂ. ૪૨.૫૩ કરોડના બોગસ બિલને આધારે ખોટી ટેક્સ ઇનપુટ ક્રેડિટ લેવાના કૌભાંડમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીના અધિકારીઓએ અમદાવાદના દરિયાપુર વિસ્તારની મહિલા અરફાનાબાુન સાબીરહુસૈન શેખ અને ગાંધીનગર સુઘડ વિસ્તારના જનક બૈજુકુમાર પંચાલની આજે ધરપકડ કરી છે. તેમણે રૃા. ૪૨.૫૩ કરોડના બોગસ બિલ બનાવ્યા હતા. તેને આધારે એક્સપોર્ટ અને એસઈઝેડના વહેવારો બતાવીને ૩૦.૮૧ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટની માગણી કરી હતી. આ માગણી પેટે  તેમણે રૃા. ૨૯ કરોડની ટેક્સ ક્રેડિટ ઉપાડી પણ લીધી છે. બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાના કૌભાંડના સંદર્ભમાં આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ૩૦મી ડિસેમ્બરના બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે.

જીએસટીના અધિકારીઓએ આગાતરી માહિતીને આધારે પાડેલા દરોડા દરમિયાન તેમને મળી આવેલા વાંધાજનક દસ્તાવેજો ઉપરાંત ડિજિટલ ડિવાઈઝની ચકાસણી કરવામાંઆવતા બોગસ બિલિંગ અને રિફંડ લેવાના કૌભાંડમાં એક સિન્ડિકેટ સક્રિય હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતી અરફાના બાનું સાબીરહુસૈન શેખ નામની મહિલા પણ તેમાં સંડોવાયેલી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ મહિલા એક્સપિફ્ટ ઇમ્પેક્સ પ્રા.લિ.અને સિમગ્લોબર ઓવરસીઝ પ્રા.લિ.ના ડિરેક્ટરનો  હોદ્દો ધરાવે છે. આ બંને કંપનીઓના વહેવારોનું મેનેજમેન્ટ તે જ સંભાળતી હતી. સમગ્ર તયા ગુનાઈત પ્રવૃત્તિમાં તેની સક્રિય ભૂમિકા હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. 

આજ રીતે ગાંધીનગર નજીક સુઘડ વિસ્તારમાં રહેતા જનક બૈજુંકુમાર પંચાલ પ્રોફ્યુઝન ટ્રેડર્સ પ્રાઈવેલ લિમિટેડમાં ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા. તેમ જ પંચાટ ટ્રેડલિન્કના પ્રોપરાઈટર હતા. તેઓ પણ આ કંપનીના તમામ આર્થિક વહેવારો જોતાં હતા. તેમની આ કૌભાંડમાં સક્રિય સંડોવણી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેમણે જુદી જુદી કંપનીઓ ખોલાવી જીએસટી રજિસ્ટ્રેશન મેળવવા માટે નાના અને ગરીબ લોકોના ઓળખના પુરાવાઓ મેળવ્યા હતા. ક્લાઈમ્બર ટ્રેડર્સના નામે રૃા. ૩.૧૫ કરોડની આઈટીસી માગવામાં આવી હતી. પરંતુ આ આઈટીસીનો ઉપાડ કરી શકાયો નહોતો. પંચાલ ટ્રેડલિન્કમાં બહુ મોટા ક્લેઈમ મૂકાયા નહોતા. 

કઈ કંપનીને નામે કેટલી ક્રેડિટ ઉપાડી લીધી

કંપનીનું નામ ટેક્સ ક્રેડિટ કેટલી લીધી

એક્સપિફ્ટ ઇમ્પેક્સ પ્રા.લિ. રૂ.૮૮.૮૫ લાખ

સિમગ્લોબર ઓવરસીઝ પ્રા.લિ. રૂ. ૧.૯૮ કરોડ

પ્રોફ્યુઝન ટ્રેડર્સ રૂ. ૧૦.૧૬ કરોડ

થ્રેડ કોટ ઇમ્પેક્સ પ્રા.લિ. રૂ.. ૧૦.૫૬ કરોડ

વેલ્યુ એક્ટિવ વેન્ચલ પ્રા.લિ. રૂ. ૦૬.૮૭ કરોડ

એક્સપોનન્ટ ટ્રેડ ઇમ્પેક્સ રૂ. ૩૪.૯૪ લાખ




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3euSn1i
via IFTTT

Post a Comment

Previous Post Next Post