
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર
એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામ સાથે સંકળાયેલી કંપનીઓ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી નિકાસ કરીને રૃા. ૨૦ કરોડની બોગસ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓની તપાસમાં કંપનીના વહેવારો શંકાસ્પદ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પરિણામે તપાસ કરતાં તેની ગેરરીતિઓ પકડી પાડવામાં સફળતા મળી હતી.
આર્થિક રીતે નબળા વર્ગના લોકોના ઓળખના પુરાવાઓ લઈને તેમણે ૬૬ જેટલી બોગસ કંપનીઓ ઊભી કરી હતી. ગુજરાત અને ગુજરાતની બહાર આ કંપનીઆ ેઊભી કરવામાં આવી હતી.આ કંપનીઓમાં તપાસ કરીને ૧૩ મોબાઈલ, ૨૧ સીમકાર્ડ, ૨ લેપટોપ, ૧ હાર્ડડિસ્ક, ૧ કાર્ડ અને ૧૬ ઑફિસની ચાવીઓ જપ્ત કરવામાં આવી છે.
આ કંપનીઓના માધ્યમથી તેમણે ઓછી કિંમતના રેડીમેડ ગારમેન્ટની નિકાસ કરી હતી. માલની ઇનવર્ડ ડીલિવરી માટે તેમણે બોગસ બિલો મેળવ્યા હતા. તેને આધારે તેમણે વેરાશાખ માટે એટલે કેઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે અરજી કરી હતી. આ બિલોને આધારે તેમણે કસ્ટમ્સમાંથી રિફંડ મેળવ્યું હોવાનું ધ્યાનમાં આવ્યંું હતું. તેમ જ લેટર ઑફ અન્ડરટેકિંગના માધ્યમથી નિકાસ કરીને તથા એસઈઝેડમાં ઝીરો રેટેડ સપ્લાય બતાવીને સીજીએસટી અને એસજીએસટી પાસે તેમણે ખોટી ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં આ કંપનીઓએ ગુજરાતમાંથી જ ૨ કરોડનું રિફંડ મેળવી લીધું હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
આ કૌભાંડના સંદર્ભમાં પકડાયેલી કંપનીઓની નામ નીચે મુજબ છે.
થ્રેડ કોટ ઇમ્પેક્સ પ્રા.લિ.-મકરબા
વેલ્યુએક્ટિવ વેન્ચર પ્રા.લિ.-મકરબા
પંચાલ ટ્રેડલિન્ક-ચાંદખેડા
બ્રાન્ડરૃટ ટ્રેડિંગ કંપની- વસ્ત્રાલ
કપિરાજ ક્રિયેશન પ્રા.લિ.-માંગરોળ
કૃષ્ણા ફેશન-માંડવીડ (કારંજ)
વિમ્લોન ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ-નાનપુરા-સુરત
આર્માફેબ-હજીરા રોડ સુરત
જય ફેબ ટેક્સ- ભેસ્તાન રોડ, નવસારી
ઇન્ડિગો વેવ્સ- માંડવી-કારંજ
પ્રોફ્યુઝન ટ્રેડર્સ પ્રા.લિ.-ચાંદખેડા
ક્લાઈમ્બર ટ્રેડર્સ-ન્યુ રાણીપ
સિમગ્લોબસ ઓરસીઝ પ્રા.લિ.-પ્રેમદરવાજા
એક્સ્પોનન્ટ ટ્રેડ ઇમ્પેક્સ-પ્રેમ દરવાજા
એક્સ્પોનન્ટ ટ્રેડ ઇમ્પેક્સ- રખિયાલ
સુરતમાં ફર્નિચરના વેપારીઓના ૬
ગુ્રપ પર જીએસટીના પર દરોડા
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગના અધિકારીઓએ ફર્નિચરનો બિઝનેસ કરનારી કંપનીઓના ટેક્સ કોમ્પ્લાયન્સમાં ગોટાળા પકડી પાડયા છે. તેમને ત્યાં અન્વેષણ વિન્ગના દરોડા પાડવામાં આવ્યા છે. આ છ ગુ્રપના ૩૩ સ્થળોએ તપાસ ચાલુ કરવામાં આવી છે. આ છ ગુ્રપમાં આદિનાથ ફર્નિચર, અલ્ટા વિસ્ટા ટ્રેડર્સ, દક્ષેશ ફર્નિચર, લાઈફ સ્ટાઈલ ફર્નિચર, ફર્નિચર કોન્સેપ્ટ અને આર.એમ.આર. ફર્નિચરનો સમાવેશ થાય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ErCQK3
via IFTTT
Post a Comment