
શિતલ એસ્ટેટના ગોડાઉન મામલે પોલીસ ફરિયાદ
ગેરકાયદે જમીન હડપ કરી આગળ મસ્જિદ બનાવી પાલડીના રહીશ અહેમદભાઈ પટેલ સામે ફરિયાદ
અમદાવાદ : સરખેજમાં અશાંત ધારાનો ભંગ કરી જમીન પચાવી પાડી ગોડાઉન બનાવીને વેચાણ અને ભાડે આપી દીધા હતા. જમીન આગળ મસ્જીદ બનાવી જમીન હડપ કરી ગયાની ફરિયાદ સરખેજ પોલીસમાં નોંધાવાઈ છે. બોપલમાં રહેતા ડો. પ્રણવભાઈ હરીશભાઈ શેઠે વેપાર કરે છે અને કોલેજમાં વિઝીટિંગ ફેકલ્ટી તરીકે ભણાવવા માટે પણ જાય છે.
સરખેજ પોલીસમાં ડો. પ્રણવ શેઠે ફરિયાદ નોંધાવી છે કે, અમદાવાદના ઓકાફ સીમ સર્વે નંબર 43-1-પી-1માં 8030 ચોરસમીટર જમીન તેમના પિતા હરિશભાઈ અંબાલાલ શેઠન ાનામે ચાલતી આવતી હતી. પિતાજીનું તા. 7-1-2006ના રોજ અવસાન થયા પછી ડો. પ્રણવભાઈનું નામ તા. 19-6-2007ના રોજ દાખલ થયું હતું.
આ જમીન ઉપર આરોપી અહેમદભાઈ અલ્લારખાભાઈ પટેલ (રહે. ચિત્રકુટ સોસાયટી, પાલડી)એ ગેરકાયદેસર કબજો કરી આ જમીન રહેણાંકના ઝોન-1માં આવતી હોવા છતાં ગેરકાયદે બાંધકામ કરી શીતલ એસ્ટેટના ગોડાઉન બનાવી વેચાણ તથા ભાડેથી આપી આિર્થક લાભ મેળવ્યો છે. આ ઉપરાંત આગળના ભાગે મસ્જીદ બનાવી દીધી હોવાથી આ બાબતે જમીન પચાવી પાડવાના અિધનિયમ હેઠળ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી.
આ બાબતે લેન્ડ ગ્રેબીંગ સમિતિના હૂકમના આધારે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આમ, અહેમદભાઈ પટેલે અશાંત વિસ્તારમાં આવતી જમીન કોઈ હક્ક હિસ્સો ન હોવા છતાં તબદીલી કે કબજા ફેર પૂર્વ કલેક્ટરની પૂર્વમંજુરી લીધા વગર જ મેળવી ભાડે - વેચાણ આપી દીધી હતી.આમ, સિટી ડેપ્યુટી કલેક્ટરના આદેશ બાદ સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Edh4KN
via IFTTT
Post a Comment