અમદાવાદ,શનિવાર
ઓઢવમાં મકાનની તકરારમાં મધરાતે પોતાના પુત્રએ વૃધ્ધ માતા ઉપર એસિડ ફેક્યો હતો, ૨માતાના કપડાં બળી ગયા હતા અને શરીરે દાઝી જતાં માતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓઢવ પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘર તથા દુકાન ખાલી કરીને જતા રહો ઃ માતાએ પુત્રને ગાળો બોલવાની ના પાડતા, પત્નીએ એસિડ લાવીને આપ્યો
આ કેસની વિગત એવી છે કે ઓઢવમાં ગીતા ગૌરી સિનેમા પાસે સોનીની ચાલી નજીક મધુરમ પાર્ક સોસાયટીમાં રહેતા દેવકન્યાબહેન નેમીચંદ ભાનોપા (ઉ.વ.૫૯)એ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર મુકેશભાઇ તથા તેમની પત્ની કિરણબહેન સામે ફરિયાદ નોધાવી છે ક ફરિયાદી ગઇકાલે રાતે જમીને સૂઇ ગયા હતા. મધરાતે ૧૨.૩૦ વાગે કુદરતી હાજતે જવા માટે ઉઠયા હતા આ સમયે પુત્ર ગાળો બોલતો હતો. જેથી માતાએ ગાળો બોલવાની ના પાડી હતી.
ફરિયાદી બાથરુમમાંથી બહાર આવ્યા હતા ત્યારે પણ પુત્ર ગાળો બોલતો હતો અને કહતો હતો કે મકાન તથા દુકાન ખાલી કરીને જતા રહો આ સમયે પુત્રવધુ બોટલમાં એસિડ લઇને આવી હતી અને પુત્રને આપ્યો હતો, ઉશ્કેરાયે લા પુત્રએ માતા ઉપર એસિડ ફેક્યો હતો,જેથી માતાના કપડાં તથા સાલ ઉપર કાણાં પડી ગયા હતા એટલું જ નહી હાથે પગે બરડાના ભાગે દાઝી ગયા હોવાથી બળતરા બળતાં મધરાતે તેમને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FyxAWr
via IFTTT
إرسال تعليق