બ્લુટૂથ માગતા યુવકે છરીના ઘા મારતા વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ

 અમદાવાદ,સોમવાર

બાપુનગરમાં સામાન્ય તકરારમાં યુવકો વચ્ચે માર મારી થઇ હતી. જેમાં યુવકે બ્લુટુથ મારતાં આપવાની ના પાડતાં વિદ્યાર્થીને છરી મારતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બાપુનગરમાં છરીથી હુમલો કર્યા બાદ પોલીસમાં ફરિયાદ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી  આરોપી ફરાર

બાપુનગરમાં સુંદરનગર પાસે ગુ.હો.બોર્ડના મકાનોમાં ભવાની ચોક ખાતે રહેતા કેફખાન સફીકખાન પઠાણ (ઉ.વ.૧૮)એ બાપુનગર પોલીસ  સ્ટેશનમાં હાલમાં જુહાપુરા અંબર ટાવર પાસે રહેતા  કરીંમ ઉર્ફે લાલ પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૯ના રોજ બપોરે ફરિયાદી તેના મિત્ર સાથે સુંદરનગર નુરુ ચોક મેદાન ખાતે ગયા હતા.

જ્યાં આરોપી તેમને મળ્યો હતો અને ફરિયાદી યુવક પાસે તેણે બ્લુટૂથની માંગણી કરી હતી. ેજેથી ફરિયાદી યુવકે આપવાની ના પાડતા આરાપીએ ઉશ્કેરાઇને છરીથી ફરિયાદી યુવક ઉપર હુમલો કર્યો હતો અને જતા જતા પોલીસમાં ફરિયાદ કરીશ તો તને  અને  તારા મિત્રને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ગંભીર રીતે ઘાયલ યુવકે સરસપુરમાં શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3HgwNtV
via IFTTT

Post a Comment

أحدث أقدم