અમદાવાદ,મંગળવાર
દહેજના દુષણના કારણે ગોમતીપુરમાં રહેતી પરિણિતાનો લગ્નના બે વર્ષમાં સુખી સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મહિલાએ ઘર ખર્ચ માટે રૃપિયાની માંગણી કરતા સાસરીઆએ માતા-પુત્રને પહેરે કપડે કાઢી મૂક્યા હતા. આ બનાવ અંગે મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે.
પુત્ર બિમાર પડે તો દવા કરાવતા ન હતા માતા-પુત્રને પિયરમાં મોકલી દેતા ઃ ભાઇની સાસરીમાં લગ્ન પ્રસંગે જવા પરિણિતાને કપડાં પણ આપ્યા નહી ઃ પિયરમાંથી રોકડા રૃપિયા તથા ગાડી માટે રૃપિયા લાવા માટે દબાણ કરતા હોવાના આક્ષેપો
આ કેસની વિગત એવી છે, કે વટવામાં સૈયદવાડી પાસે મદની નગરમાં રહેતા નિકહેતઆરા મોહંમદતૌસીફ અંસારી (ઉ.વ.૨૨)એ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુરમાં ચાર તોડા કબ્રસ્તાન સામે પુજારીની ચાલીમાં રહેતા મોહંમદતૌસીફ મોહમદઅસલમ અંસારી સહિત પરિવારના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૧૯માં સામાજીક રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા, લગ્નના ત્રણ મહિના સુધી સાસરીવાળા સારી રીતે રાખતા હતા. ત્યારબાદ કામની નાની નાની બાબતે તકરાર કરીને માનસિક ત્રાસ આપીને હેરાન કરતા હતા.
પિયરમાંથી રોકડા રૃપિયા તથા ગાડી માટે રૃપિયા લાવા માટે દબાણ કરતા હતા, પુત્ર બિમાર પડે તો દવાખાનાના પૈસા પણ આપતા ન હતા અને પુત્રને લઇને પિયરમાં મોકલી દેતા હતા. તા.૧૧-૧૧-૨૦૨૧ના રોજ મહિલાએ પતિ પાસે ઘર ખર્ચના રૃપિયાની માંગણી કરતા તેમણે પૈસા આપ્યા ન હતા અને ઉગ્ર બોલાચાલી કરી તકરાર કરીને માતા-પુત્રને પહેરે કપડે કાઢી મૂક્યા હતા, બે દિવસ પછી ભાઇની સાસરીમાં લગ્ન પ્રસંગે જવાનું હોવાથી મહિલા પકડાં તથા દાગીના લેવા ગયા તો કંઇ આપ્યું ન હતું હોવાના મહિલાએ ફરિયાદમાં આક્ષેપો કર્યા છે. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DQ03pb
via IFTTT
Post a Comment