
આખરે નગરપાલિકાએ કાર્યવાહી કરી
પાલિકાના તપાસ અધિકારીના રિપોર્ટના આદેશથી કાર્યવાહી : પાલિકાના કર્મીને ફરજ મોકૂફ કરાયો
વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. તાજેતરમાં ભૂગર્ભ ગટરના સાફ સફાઈના નગરપાલિકાના કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કાયમી કર્મચારી મુસ્તુફા એ તલાટની બીલો કઢાવવા પૈસાની લેતીદેતી બાબતનો ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. તે બાબતે નગરપાલિકાના પ્રમુખ તેજ દલિત અધિકાર મંચ દ્વારા જરૂરી પગલા લેવા બાબતે કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને જણાવ્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડ દ્વારા વાઇરલ થયેલી ઓડિયો ક્લિપ બાબતે કારણદર્શક નોટીસ આપી ખુલાસો કરવા દિન-૭માં રજૂ કરવા ડ્રેનેજ કર્મચારી મુસ્તુફા તલાટને જાણ કરવામાં આવી હતી. ડ્રેનેજ ક્લાર્ક દ્વારા ઓડિયો ક્લિપ ફેક અને આર્ટિફિશિયલ બનાવટી છે જેમાં કોઇ અવાજ નથી તેવું જણાવ્યું હતું. ઓડીયો ક્લિપ બાબતે સહમત નથી તેમજ આવી ઓડિયો ક્લિપોના કોર્ટ પણ પુરાવા તરીકે માન્ય રાખતી નથી તે બાબતનો ખુસાલો કરવામાં આવ્યો હતો. જેથી તપાસની જરૂરીયાત જણાતી હોઈ નગરપાલિકાના પ્લાનીંગ ઓફિસર નિલેશભાઈ જાદવને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરી દિન-૧૫માં અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. આ પ્રકરણની તપાસ નિષ્પક્ષરીતે થઇ શકે તે માટે મુસ્તુફા તલાટને બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજ મોકૂફી કરવાનો હુકમ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EQtjN7
via IFTTT
إرسال تعليق