હાટકેશ્વરમાં મધરાતે સબંધીએ જ યુવકને ગાલ ઉપર છરી મારી

અમદાવાદ,બુધવાર

અમરાઇવાડીમાં રહેતો યુવક ગઇકાલે મોડી રાતે પાન ખાઇને ઘરે આવી રહ્યો  આ સમયે પોતાના સબંધીએ જ યુવકને ગાલ ઉપર છરી મારી દીધી હતી અને મોપેડ  ઉપર ત્રણ આરોપી નાસી ગયા હતા અમરાઇવાડી પોલીસે ત્રણ આરોપીના નામ જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોડીરાતે યુવક પાન  ખાઇને આવતો હતો આ સમયે અચાનક હુમલો કરી આરોપીઓ નાસી ગયા

આ કેસની વિગત એવી છે કે  અમરાઇવાડી વિસ્તારમાં અગ્રવાલ કમ્પાઉન્ડ પાસે નૂતનયુગનગર સોસાયટીમાં રહેતા અને રાયપુર અંકુર મીલમાં વાયરિંગ ખાતામાં નોકરી કરતા જીગરભાઇ ડાહ્યાભાઇ સોલંકી (ઉ.વ.૨૭)એ અમરાઇવાડીમાં ઉદયનારાયણની ચાલીમાં રહેતા જીગ્નેશ સુરેશભાઇ સોલંકી તથા અમરાઇવાડીમાં ગીતા સ્કૂલ પાસે ધનલક્ષ્મી ફ્લેટમાં રહેતા જયેશ ઉર્ફે જયલો નગીનભાઇ પરમાર અને અંકીત  ઉર્ફે ગલો જગદીશભાઇ પરમાર સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે યુવક ગઇકાલે રાતે ૧૨ .૩૦ વાગે હાટકેશ્વર વિસ્તારમા થી પાન ખાવા માટે ગયો હતો.

પાન મસાલો ખાઇને પેશાબ કરીને જોવો શૌચાલયમાંથી બહાર નીકળ્યો હતો આ સમયે મોપેડ  ઉપર આવેલા ઉપરોક્ત ત્રણ આરોપીઓએ યુવકના ગાલ ઉપર છરી મારી હતી, હુમલાખારમાં અંકીત ભોગ બનનાર યુવકનો સબંધી હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટેએલ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ  ઘ ટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અમરાઇવાડીમાં છેલ્લા સપ્તાહમાં ખૂન ખૂનની કોશિષ, માર મારી સહિતના અનેક ગુના નોંધાયા છે. જેમાં હાટકેશ્વર પાસે સગીરે યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્યારે સત્યા ગેંગે યુવકને પાઇપ અને છરીથી ઢોરં માર મારીને ખૂની હુમલા કર્યો હતો આ ગેંગના શખ્સો પકડાયા નથી ત્યાં ફરીથી ઘાતક હુમલાના બનાવો બન્યા હોવાથી વિસ્તારના લોકોમા દહેશત વ્યાપી જવા પામી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pju1O3
via IFTTT

Post a Comment

Previous Post Next Post