અમદાવાદ,તા.16 ડિસેમ્બર 2021, ગુરૂવાર
અસારવા સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટની જમીન પરની લોખંડની રેલિંગો તૂટી ગઇ છે ! હોસ્પિટલના પ્રવેશ માર્ગે જ મોટું અને જોખમી ગાબડું પડી ગયું છે, જે રાહદારી કે વાહનચાલક માટે સમસ્યારૂપ અને જોખમી બન્યું છે. નાના બાળકો તેમાં પટકાય, વૃદ્ધો, અશક્તો અને મહિલાઓ પડી જાય તેમજ વાહનચાલક સમતુલન ખોઇ બેસે અને અકસ્માત થાય તેવી ભીતિ રહેલી છે. દર્દીઓ અને તેમના સગાના હિત ખાતર તેમજ ડૉક્ટરો અને સ્ટાફ માટે આ તૂટેલી રેલિંગોની સત્વરે મરામત કરાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mdlXMZ
via IFTTT
إرسال تعليق