અમદાવાદ,શનિવાર
ઇસનપુર વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે બંગાળી વાસમાં પતિએ ગળુ દબાવીને પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસે ઘટના સ્થળે પહોચીને ખૂનનો ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હતી ઃ આવેશમાં આવી જઇને બંગાળીવાસમાં ગળું દબાવીને મોત નીપજાવ્યું
આ કેસની વિગત એવી છે, ઇસનપુર વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે બંગાળીવાસમાં રહેતા અલીમા ઉર્ફે મેરીના ( ઉ.વ.૪૦)ની હત્યા પતિ કમરુદ્દીન અબ્દુલરઝાકભાઇ શેખે કરી હતી. આજે બપોરે પતિ પત્ની વચ્ચે સામાન્ય તકરાર થઇ હતી. જેથી આવેશમાં આવીને પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી અને પતિ ફરાર થઇ ગયો હતો.
આ બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને પોલીસે મહિલાની લાશને પીએમ માટે મોકલીને હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો અલગ અલગ સ્થલે રવાના કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે કેટલાક સમયથી તકરાર ચાલતી હતી આજે બપોરે ઘરમાં પતિ અને પત્ની એકલા હતા આ સમયે સામાન્ય તકરાર થતાં આવેશમાં આવીને ગલુ દબાવીને પત્નીની હત્યા કરી પતિ નાસી ગયો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3szNVXo
via IFTTT
Post a Comment