
કોંગ્રેસની સંગીત ખુરશીની રમત
શહેરના ચાર ધારાસભ્યોની સહમતી મેળવાયા બાદ વિપક્ષનેતાની જાહેરાત
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દસ મહિનાથી વિપક્ષ નેતાની નિમણૂંક કોંગ્રેસ કરી શકયુ નથી.આ વિવાદ ઉકેલવા દર વર્ષે મ્યુનિ.માં વિપક્ષ નેતા બદલવાની થિયરી ઉપર કોંગ્રેસમાં સંમતિ સધાઈ છે. શહેરના ચાર ધારાસભ્યોની પણ આ થિયરી ઉપર અમલ કરતા અગાઉ કોંગ્રેસ નેતાગીરી સહમતી જાણશે બાદમાં મ્યુનિ.માં વિપક્ષનેતાના નામની જાહેરાત કરાશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં ચૂંટણી થઈ એ સમયથી વિપક્ષનેતાની નિમણૂંક કોંગ્રેસ કરી શકયુ નથી.કોંગ્રેસના ૨૪ કોર્પોરેટરો હાલ ૧૩ અને ૧૦ એમ કોર્પોરેટરોના બે જુથમાં વહેંચાયેલા છે.
કુબેરનગરમાં મુળ એનસીપીના પણ કોંગ્રેસના સમર્થનથી કોર્પોરેટર બનેલાએ પોતે કોંગ્રેસ નેતાગીરી જેના નામની જાહેરાત કરશે એને વિપક્ષનેતા તરીકે સમર્થન આપશે એમ અગાઉ કહ્યુ છે. બે દિવસ પૂર્વે શહેરના એનેકસી ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને પ્રભારી સમક્ષ વિપક્ષનેતાની નિમણૂંકને લઈ રજુઆત કરવા ગયેલા કેટલાક કોર્પોરેટરના આક્ષેપથી પ્રદેશ નેતાગીરી સખ્ત નારાજ થઈ હોવાનું જાણવા મળે છે.
આ કારણથી દર વર્ષે કોર્પોરેટરના બે જુથ પૈકી એકને એક વર્ષ માટે મ્યુનિ.માં વિપક્ષનેતા બનાવવો એવી ફોર્મ્યુલા ઘડવામાં આવી છે.ઉપરાંત ઉપનેતા અને દંડક જેવા હોદ્દા પણ બંને જુથના કોર્પોરેટરોને અપાશે જેથી હવે બાકીના ચાર વર્ષ કોંગ્રેસ મ્યુનિ.માં એકજુથ થઈ વિપક્ષ તરીકે કામગીરી કરી બતાવે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Fx61wH
via IFTTT
إرسال تعليق