અમદાવાદ,શનિવાર
શહેરમાં રાઉન્ડ ક્લોક પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે, મધરાતે લૂખ્ખા તત્વો લોકોના વાહનો સગળાવી રહ્યા છે, નરોડા મેમ્કો ખાતે વાહનો સળગાવ્યા બાદ ગઇકાલે મધરાતે માધુુપુરામાં ચાલી બહાર પાર્ક કરેલી કારની તોડફોડ કરીને કોઇક અજાણી વ્યક્તિએ પેટ્રોલ છાંટીને સળવાગી હતી. આ બનાવ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તોડફોડ કરી પેટ્રોલ છાંટીને કાર સગળાવતા દોડધામ મચી ઃ રોડ ઉપરથી પેટ્રોલની ખાલી બોટલ, લાઇટર મળ્યું
આ કેસની વિગત એવી છે કે માધુપુરા મોજડી બજારમાં ફૂલપુરાની ચાલી ખાતે રહેતા વિક્કી મનોહરભાઇ સિસોદીયાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છ ેકે તેમની વેગેનાર બે દિવસ પહેલા કાર ચાલી પાસે પાર્ક કરી હતી, કોઇક વ્યક્તિએ ગઇકાલે મધરાતે કારની તોડફોડ કર્યા બાદ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેતા કાર સળગી ગઇ હતી,વહેલી પરોઢે સ્થાનિક લોકોએ જાણ થતાં પાણી છાંટીને આગ બુઝાવી હતી, આ બનાવ અંગે માધુપુરા પોલીસે ગુનો નોેધી તપાસ કરતાં પોલીસ તપાસમાં કારની પાસે રોડ ઉપર ખાલી પેટ્રોલની બોટલ તથા લાઇટર મળી આવ્યું હતું. માધુપુરા પોલીસ દ્વારા માર્કેટમાં આવેલી દુકાનોમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા નરોડામાં મેમ્કો પાસે આવેલી અનિલ વકીલની ચાલીમાં રહેતા દીલીપભાઇ વાધેલાનું તથા તેમના પડોશમાં રહેતા વિપુલભાઇનું બાઇકને કોઇક વ્યક્તિએ જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં આજદિન સુધી વાહનોને આગ ચાંપનારા પકડાયા નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mjxryF
via IFTTT
Post a Comment