
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો અભ્યાસ કરનારાઓની ફાઈનલની એક્ઝામ હોવાથી અને આઈપીસીસીની પરીક્ષા હોવાથી આર્ટિકલશીપ કરનારા ખાસ્સા વિદ્યાર્થીઓએ સી.એ.ની સ્ટાફની અછતનો સામનો કરી રહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને દરેક રિટર્નની તારીખ નજીક હોવાથી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે તેમણે ઓછા સ્ટાફથી તમામં રિટર્ન અપલોડ કરવા પડી રહ્યાં છે. આવકવેરાના જુદાં જુદાં રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવવામાં આવે તેવી માગણી ઊઠી રહી છે.
આવકવેરાના નોન ઓડિટના તમામ રિટર્ન ઉપરાંત જીએસટીઆર-૯ અને જીએસટીઆર-૯ સી પણ ૩૧મી ડિસેમ્બર સુધીમાં ફાઈલ કરવાના છે. કુલ ૫.૯૫ કરોડ કરદાતાઓમાંથી અત્યાર સુધીમાં માત્ર ૩.૫૯ કરોડ કરદાતાના જ રિટર્ન ફાઈલ થયા છે. હજી ૨.૩૬ કરોડના રિટર્ન ફાઈલ કરવાના બાકી છે. ઉપરાંત પહેલીવાર રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા અલગ છે.
નોન ઓડિટવાળા તમામ કરદાતાઓને આગામી ૩૧મી ડિસેમ્બર સુધીમા ંતેના રિટર્ન ફાઈલ કરી દેવાની આખરી તારીખ છે. તેથી ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના માથે મોટો બોજ આવી ગયો છે. માત્ર આવકવેરા જ નહિ, જીએસટીના એન્યુઅલ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પણ ૩૧મી ડિસેમ્બર જ છે. તેવી જ રીેત રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ હેઠળના વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પણ ૩૧મી ડિસેમ્બર જ છે. આ સંજોગોમાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૩૧મી ડિસેમ્બરથી આગળ લંબાવવાના માગણી ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને પણ કરી છે. સ્ક્રૂટિની એસેસમેન્ટના રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પણ ૩૧મી ડિસેમ્બર જ છે.
(દોઢ કોલમ બોક્સ)
ટેક્સ ઑડિટ રિપોર્ટ અપલોડ જ થતાં નથી
એક તરફ માથે ડેડલાઈન છે ત્યારે બીજી તરફ આવકવેરા ખાતાએ ૧૫મી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં અપલોડ કરવાના ઑડિટ રિપોર્ટ અપલોડ કરવા માટે તૈયાર કરેલી યુટિલીટી જ બરાબર ન ચાલતી હોવાથી તેમના ઓડિટ કરેલા ટેક્સ રિપોર્ટ અપલોડ થતાં જ નથી. તેનો પણ બોજ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને માથે આવી રહ્યો છે. ઑડિટ રિપોર્ટ અપલોડ કરવામાં રૃા. ૧૦ કરોડથી વધુનાટ્રાન્ઝેક્શન ધરાવનારી તમામ કંપનીઓ આવી જાય ચછે. તેવી જ રીતે રૃા. ૧ કરોડથી માંડીને ૧૦ કરોડ સુધીના રોકડના ધંધા કરનારાઓને પણ તેને કારણે તકલીફ પડી રહી છે. ભાગીદારી પેઢી, એસોસિયેશન ઑફ પરસન, કોઓપરેટિવ સોસાયટી અને કંપનીઓના કરદાતાઓના આવકવેરા રિટર્નના ફોર્મ નંબર ૫ અને ફોર્મ ૬ પણ ટેકનિકલ પ્રોબ્લેમ્સને કારણે ફાઈલ કરવામાં પણ તકલીફ પડી રહી છે. આવકવેરાની વેબસાઈટ પર ફોર્મ ૧૦ -૧ડી અપલોડ કરવામાં પણ તકલીફ પડી રહી છે. તેથી ટેક્સકન્સલ્ટન્ટ્સની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ebat8n
via IFTTT
إرسال تعليق