
વાઇબ્રન્ટ ગુજરાત સુધી પ્રતિબંધ હળવા રહેશે
ધંધા રોજગારને અસર થવાની શક્યતાને પગલે હાલ રાત્રે 9 થી 5 સુધી રાત્રિ કરફ્યૂ નહીં રખાય
અમદાવાદ : કોરોનાને પગલે રાજ્ય સરકારે 7મી જાન્યુઆરી સુધી અમદાવાદ સહિતના મોટા શહેરોમાં રાતે 11થી પ વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યૂ યથાવત રાખ્યો છે. જોકે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરિણામે સરકાર વધુ આકરા પ્રતિબંધ લાદવાના મતમાં નથી.
ગુજરાતમાં એમિક્રોનનો ખતરો વધી રહ્યો છે સાથે સાથે કોરોનાના કેસો તેજગતિએ વધી રહ્યા છે જેથી ચિંતાજનક સિૃથતી સર્જાઇ રહી છે. અમદાવાદ સહિતના શહેરોમાં દિવસે બજારોમાં ભીડ ઉમટી રહી છે તે અંગે કોઇ સતર્કતા દાખવવામાં આવતી નથી જયારે રાત્રિ કરફયૂનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. સરકારની આ નીતિ લોકો જ નહીં, ડોક્ટરોના ય ગળે ઉતરતી નથી.
આજે સરકારે અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, સુરતમાં રાત્રિ કરફ્યુનો સમય 11થી પ વાગ્યા સુધીનો યથાવત રાખ્યો છે. કોરોનાના કેસો વધતાં કરફ્યૂના સમયમાં ફેરફાર થાય તેવી શક્યતા હતી પણ ધંધા રોજગારને અસર પહોંચે તે જોતા સરકાર ખુદ રાતે 9થી પ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ કરવાના મતમાં નથી. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય ત્યાં સુધી સરકાર તમામ પ્રતિબંધ હળવા રાખે તેવી શક્યતા જોવાઇ રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zbrXLv
via IFTTT
Post a Comment