પતિ કુહાડીના ઘા ઝીંકી પત્નીનું માથું ધડથી અલગ કરી ફરાર થઇ ગયો


સાણંદમાં બનેલી કરૂણ ઘટના

પત્નીને ચાર દિવસ પહેલા જ તેડી લાવ્યો હતો : પ્રેમસંબધને લઇને કચ્છના પતિ પત્ની વચ્ચે તકરાર થઇ હોવાની આશંકા

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના સાણંદના ગઢવીવાસમાં પતિએ મંગળવારે મધરાત્રે સુઇ રહેલી પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ માથુ ઘડથી અલગ કરી દીધાની ચોંકાવનારી ઘટના બની છે. 

ચાર મહિના પહેલા જ મૃતકના લગ્ન થયા હતા અને તેનો પતિ તેને રાપરથી રવિવારે આણુ કરીને તેડી લાવ્યો હતો અને બે દિવસમાં કોઇ કારણસર અણબનાવ થતા બેરહેમી પૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી હતી.  ત્યારે પોલીસે પતિ કે પત્નીના લગ્ન પહેલા સંબધને લઇને તકરાર થઇ હોવાની આશંકાને આધારે તપાસ શરૂ કરી છે.

કચ્છ જિલ્લાના રાપર ખાતે રહેતી હંસાના લગ્ન સાત વર્ષ કચ્છના ભચાઉમાં રહેતા  નરેન્દ્ર રાઠોડ સાથે સાત  વર્ષ પહેલા થયા હતા.  જો કે બંને વચ્ચે મનમેળ ન થતા છુટાછેટા થયા હતા અને બાદમાં હંસા તેના ભાઇદિલીપ મેર સાથે રહેતી હતી.  બહેન બીજા લગ્ન કરીને સુખી જીવન જીવે તે માટે દિલીપે સમાજમાં તેના માટે યુવકની તપાસ શરૂ કરી હતી.

આ દરમિયાન સાણંદમાં રહેતા દિલીપભાઇ  ગોહિલે દિલીપ મેરને તેમના ભત્રીજા હિતેષ ગોહિલ સાથે હંસાના લગ્ન કરવાની વાત કરી હતી અને ખાતરી આપી હતી કે  હંસાને તે ખુશ રાખશે.  જેથી 12મી જુલાઇએ  હંસાના લગ્ન હિતેષ ગોહિલ સાથે સામાજીક રીતે થયા હતા. બાદમાં હંસા સાણંદ  ખાતે તેની સાસરીમાં રહેવા માટે ગઇ હતી.  લગ્નના એક મહિના બાદ તે આણુ કરવાનું હોવાથી તેના પિયરમાં રહેવા માટે ગઇ હતી.   

ગત 21મી નવેમ્બરના રોજ દિલીપભાઇ ગોહિલ , તેમના પત્ની રંજનબેન અને હિતેષ આણુએ તેડવા માટે  રાપર આવ્યા હતા અને હંસાને લઇને સાંજના સમયે સાણંદ પહોચ્યા હતા. જો કે બુધવારે સવારે દિલીપભાઇ ગોહિલે હંસાના ભાઇ દિલીપને ફોન કરીન ેજાણ કરી હતી કે હંસા અન હિતેષ વચ્ચે કોઇ બાબતે તકરાર થઇ હતી. જેમાં તે હત્યા કરીને નાસી ગયો છે. જેથી દિલીપ મેર તેમના સગા સાથે તાત્કાલિક સાણંદ દોડી આવ્યા હતા.

જ્યાં જોયુ તો હંસાનું માથુ ઘડથી અલગ હતુ અને માથામાં કુહાડીના ઘા ઝીંકેલા હતા.   આ બનાવ અંગે સાણંદ પોલીસે પતિ  હિતેષ સામે હત્યાનો ગુનો નોંધીને તપા સ હાથ ધરી છે. તો બીજી તરફ  હંસાના ભાઇ દિલીપ મેરે જણાવ્યું હતું કે  ંલગ્નના ચાર મહિના દરમિયાન પતિ પત્ની વચ્ચે કોઇ તકરાર થયાની  જાણ  હંસાએ અમને કરી નથી. તો ગત 21મી તારીખે તેડી ગયાના 36 કલાકમાં જ તેને મોતને ઘાટ ઉતારવામાં આવી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nTj1q7
via IFTTT

Post a Comment

أحدث أقدم