કઠવાડામાં શ્રમજીવી યુવકને અજાણ્યા શખ્સોએ આડેધડ ચાકુના ઘા માર્યા

 અમદાવાદ,રવિવાર

પૂર્વ વિસ્તારમાં પોલીસની નિષ્કયતાના કારણે લુખ્ખા તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ધાતક હુમલા કરી રહ્યા છે. અમરાઇવાડીમાં રહેતા અને કલરકામની મજૂરી કરતા યુવકને અજાણ્યા શખ્સોએ કઠવાડામાં રોક્યો હતો અને કંઇપણ કહ્યા વગર આડેધડ ચાકુના માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવક હાલ સારવાર હેઠળ છે. નિકોલ પોલીસે ગુનો નોેધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

કલરકામ કરતા યુવકને રોકીને કંઇપણ  કહ્યા વિના  ચાકુથી હુમલો કર્યો તું પોલીસને બાતમી આપે છે, તેને જાનથી  મારી નાખીશું  આજે તું બચી ગયો  કહી નાસી ગયા

આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડી હાટકેશ્વર વિસ્તારમાં તેજેન્દ્ર આર એપાર્ટમેન્ટમાં રહેતા અને કલરકામની મજૂરી કરતા નરેન્દ્રભાઇ અરૃણભાઇ દુબે (ઉ.વ.૩૬) શુક્રવારે રાતે ફરિયાદી તેના મિત્ર સાથે કઠવાડા વિસ્તારમાં કલર કામ માટે ગયા હતા. ત્યાંથી પરત આવી રહ્યા હતા આ સમયે રાતે ૯ વાગે બાઇક ઉપર આવેલા બે શખ્સોએ નરેન્દ્રભાઇ ઉભા રહો તેવી બુમો પાડતા હતા. 

જેને લઇને યુવકે પોતાની બાઇક ઉભી રાખી હતી આ સમયે અજાણ્યા શખ્સો આવીને ગાળો બોલવા લાગ્યા હતા, અને એકદમ યુવકને માર મારવા લાગ્યા હતા. યુવક કંઇ સમજે તે પહેલા  એક શખ્સે ચાકુથી હુમલા કર્યો હતો. આડેધડ ચાકુના ઘા મારતાં યુવકે ખભે અને હાથના બાવડે તથા જાંગ અને  હાથે તથા બરડાના ભાગે ગંભીર  ઇજાઓ કરી હતી અને તુ પોલીસને બાતમી આપે છે  તને જાનથી મારી નાંખીશુ  આજે તુ બચી ગયો કહીનેઆરોપી નાસી ગયા હતા. ગંભી ર રીતે ઘાયલ યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.  હાલ તેની સારવાર ચાલું છે, નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EDJCx3
via IFTTT

Post a Comment

Previous Post Next Post