બંને જગ્યા માટે અરજી કરનારાને પરીક્ષાની અલગ તારીખો અપાતા મૂંઝવણ


એલઆરડી-પીએસઆઇ કેડર ભરતી મામલો

એડીજીપીએ કહ્યું પીએસઆઇની શારીરિક પરીક્ષાના કોલ લેટર ધ્યાનમાં લેવાશે : પરીક્ષાની તારીખ પણ બદલી શકાશે

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં પીએસઆઇ અને એલઆરડીની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે શારિરીક પરીક્ષામાં હાજર થવા કોલ લેટર ઇસ્યુ કરવાનું શરૂ કરાયુ છે. જો કે , પીએસઆઇ અને એલઆરડીની બંને પોસ્ટ માટ એક સાથેે હજારો ઉમેદવારોએ અરજી કરી છે.

જેના કારણે તેમને પીએસઆઇ અને એલઆરડી માટેની શારિરીક  કસોટી માટે અલગ અલગ તારીખના કોલ લેટર મળતા મુંઝવણ ઉભી થઇ છે. ત્યારે એલઆરડી પરીક્ષા બોર્ડના અધ્યક્ષ અને એડીજીપી હસમુખ પટેલે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે બંને પોસ્ટ માટે શારિરીક કસોટીનું સ્તર એક જ ્હોવાથી પીએસઆઇની  કેડર માટેની શારિરીક કસોટીનો કોલ લેટર માન્ય ગણાશે.

રાજ્ય સરકાર દ્વારા લોક રક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સની  ખાલી પડેલી જગ્યાઓ માટે ડીસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહથી શારિરીક કસોટીનો આરંભ થઇ રહ્યો છે. જેમાં એલઆરડી પરીક્ષા બોર્ડ અને પીએસઆઇ પરીક્ષા બોર્ડમાં બંને પોસ્ટ માટે  કુલ 9 .50  લાખથી વધારે અરજીઓ આવી છે.

જે પૈકી હજારો ઉમેદવારોએ પીએસઆઇ અને એલઆરડીની પોસ્ટ માટે અરજી  કરી છે.  જેમાં શારિરીક કસોટી માટે બંને બોર્ડ દ્વારા અલગ અલગ કોલ લેટર્સ  ઇસ્યુ કરાયા છે. જેમાં બે અલગ અલગ તારીખે શારિરીક કસોટી  હોવાને કારણે ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે.

કારણ કે અગાઉ જાહેર કરાયુ હતું કે પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષાના શારિરીક કસોટીના એક જ પ્રકારના નિયમો હોવાને કારણે એક જ  પરીક્ષા આપવાની રહેશે. જેથી શારિરીક કસાટી માટે ક્યા કોલ લેટરને  માન્ય ગણવા?ે તેને લઇને એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે શનિવારે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે  બે કોલ લેટર પૈકી  પીએસઆઇની પોસ્ટ માટેની શારિરીક કસોટીની આપવાની રહેશે.

સાથે સાથે કોઇ ઉમેદવાર જો બંને કોલ લેટરના આધારે શારિરીક કસોટીમાં ભાગ લેશે તો તે બંનેમાં ગેર માન્ય રહેશે. તેમજ એલઆરડીની શારિરીક કસોટીમાં ગુણ ઉમેરી શકાય તે માટે પીએસઆઇનીપોસ્ટ માટેની શારિરીક કસોટીના કોલ લેટર સાથે અરજી કરવાની રહેશે. જેથી પીએસઆઇની પરીક્ષામાં મેળવેલા ગુણને એલઆરડીની પરીક્ષામાં પણ ઉમેરી શકાય. 

આ ઉપરાંત, કોઇ ઉમેદવારના કે તેના પરિવારમાંં કોઇના લગ્ન હોય કે પછી  માતા પિતા કે નજીકના સગાનું અવસાન થયુ હોય તેવા ઉમેદવારો શારિરીક કસોટીની તારીખ બદલવા માટે પણ અરજી કરી શકશે.

આ માટે ગાંધીનગર સેક્ટર-9 ખાતે આવેલી  પીએસઆઇ ભરતી બોર્ડની ઓફિસમાં અરજી પણ કરી શકશે.   ઉલ્લેખનીય છે કે  આગામી  3 ડિસેમ્બરથી  એલઆરડીની 10459 પોસ્ટ માટે શારિરીક કસોટી શરૂ થવાની છે.જેમાં પીએસઆઇ પોસ્ટ માટેની શારિરીક કસોટી પણ સાથે જ લેવામાં આવશે. આ માટે સમગ્ર ગુજરાતના 21 જિલ્લાઓમાં  147 મેદાનની ફાળવણી કરવામાં આવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3HXMEhW
via IFTTT

Post a Comment

Previous Post Next Post