શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ, સસ્તું અને પોલ્યુશન ફ્રી છે


ઝારખંડના રાંચીમાં 'મોર માઇલેજ'ના નામથી વાહનોમાં ઇંધણ તરીકે વેચાઇ રહ્યું છે

કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક ઇજનેરના પ્રયાસને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયની સ્વીકૃતિ, આ ઇંધણ પેટ્રોલ કરતાં 27 રૂપિયા સસ્તું છે

ગાંધીનગર : પેટ્રોલ અને ડીઝલની કિંમતો અત્યારે વાહનચાલકોને દઝાડી રહી છે ત્યારે એક એન્જિનિયર સ્ટુડન્ટે કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક એવું ફ્યુઅલ તૈયાર કર્યું છે કે જેનાથી પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને ફ્યુઅલના વાહનો ચાલી શકે છે. આ ઇજનેરે શેવાળમાંથી બાયોફ્યુઅલનું સર્જન કર્યું છે અને તેને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સ્વિકૃતિ પણ મળી ચૂકી છે.

આ બાયોફ્યુઅલ ઝારખંડના રાંચીમાં વેચાઇ રહ્યું છે. માન્યતા મળ્યા પછી આખા દેશમાં એકમાત્ર રાંચી શહેરમાં તેનો એક જ પંપ કાર્યાન્વિત કરવામાં આવેલો છે. આ પમ્પ પરથી આ ઇંધણ પ્રતિદિન 2000 થી 2500 કિલોલીટર વેચાણ થઇ રહ્યું છે. ટાટા મોટર્સ અને દાલમા ભારત સિમેન્ટ જેવી કંપનીઓએ પણ આ ઇંધણને ખરીદ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આ ઇંધણ પેટ્રોલના હાલના ભાવ કરતાં 27 રૂપિયા સસ્તું છે અને તે કૃષિની પેદાશ છે. મહત્વની બાબત એવી છે કે તે પોલ્યુશન ફ્રી છે. વિશાલ પ્રસાદ ગુપ્તા નામના એન્જિનિયરે આ બાયોફ્યુઅલ વેચવા માટે 2020માં પમ્પ ખોલવાની મંજૂરી માગી હતી અને તેને કેન્દ્રીય મંત્રાલયમાં મળી ચૂકી હતી. રાંચીમાં મોર માઇલેજના નામથી આ બાયોફ્લુઅલ વેચાઇ રહ્યું છે.

આ બાયોફ્યુઅલનો ઉપયોગ ઇએમ 590 ડીઝલ એન્જીનવાળા તમામ વાહનોમાં થઇ શકે છે અને તેની કિંમત 78 રૂપિયા છે. રાંચીમાં પરંપરાગત ડીઝલ હાલમાં 92 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. પેટ્રોલના વાહનોમાં આ ઇંધણ પુરવામાં આવે છે તો વાહનચાલકોને 27 રૂપિયાનો ફાયદો થાય છે, કારણ કે રાંચીમાં પેટ્રોલનો ભાવ 99 રૂપિયા સુધી ગયો છે.

મેસરામાં આવેલી બિરલા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં એન્જિનિયર થયેલા વિશાલ ગુપ્તાએ લાંબા સમય સુધી તેલ અને ગેસની કંપનીઓમાં કામ કર્યું છે. 2018માં તેણે થર્ડ જનરેશનના ઇંધણ પણ કામ શરૂ કર્યું હતું. આ કામગીરી દરમ્યાન તેને રાંચીની બિરલા કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર કુમાર ભૂપતિનું માર્ગદર્શન મળ્યું હતું કે જેઓ શેવાળ સબંધિત સંશોધન કરી રહ્યાં હતા.

વિશાલ ગુપ્તાને કેન્દ્રીય મંત્રાલયની મંજૂરી મેળવવામાં બે મહિનાનો સમય થયો હતો. હવે વિશાલ ગુપ્તા રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સમજૂતી કરાર કરવા માટેના પ્રયાસ કરી રહ્યાં છે. રાંચીના તમામ મોટા જળાશયોમાં બાયોફ્યુઅલના ઉત્પાદન માટે શેવાળની ખેતી કરવાની તેની ઇચ્છા છે કે જેથી વિપુલ માત્રામાં આ બાયોફ્યુઅલનું ઉત્પાદન થઇ શકે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rhFlvB
via IFTTT

Post a Comment

Previous Post Next Post