કોમર્સમાં અવિરત પ્રવેશ કાર્યવાહી આજથી ત્રીજીવાર નવુ રજિસ્ટ્રેશન


ગુજરાત યુનિવર્સિટી દ્વારા 

14મી સુધી વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી કોલેજ ખાતે સીધો પ્રવેશ લઈ શકશે:વેકેશનમાં પણ પ્રક્રિયા ચાલુ

અમદાવાદ : ગુજરાત યુનિ.દ્વારા  યુજી કોમર્સ પ્રવેશ પ્રક્રિયા અવિરતપણ ચાલુ રાખવામા આવી રહી છે.આવતીકાલે 1લીથી ત્રીજીવાર નવુ રજિસ્ટ્રેશન શરૂ કરવામા આવનાર છે અને 14મી સુધી વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી કોલેજ ખાતે સીધો પ્રવેશ મેળવી શકશે.

બી.કોમ,બીબીએ,બીસીએ સહિતના કોમર્સ ફેકલ્ટી કોર્સીસ માટેની કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઓફલાઈન ઈન્ટર-સે મેરિટ પ્રવેશ પ્રક્રિયા બાદ પણ બેઠકો ખાલી રહેતા અને ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોઈ ગ્રાન્ટેડમાં બેઠકો વધારવાની ઉગ્ર માંગ વચ્ચે યુનિ.એ મોડે મોડે બેઠકો વધારતા બી.કોમમાં વર્ગદીઠ 20 બેઠકો સાથે 2760 બેઠકો વધારી છે.

જેથી હવે યુનિ.દ્વારા અગાઉ રજિસ્ટર્ડ ન થઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને તક આપતા આવતીકાલે 1લીથી નવુ ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામા આવનાર છે.જે 14મી સુધી થઈ શકશે. 14મી સુધી વિદ્યાર્થી જે તે કોલેજમાં રજિસ્ટ્રેશન સ્લીપ લઈને પ્રવેશ માટે જવાનું રહેશે.કોલેજોએ અગાઉની ખાલી અને વધેલી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

કોલેજોમાં માત્ર દિવાળીથી પાંચમ સુધી રજા રહેશે અને વેકેશન દરમિયાન પણ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેશે. 16મી સુધી કોલેજોએ યુનિ.ને પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની યાદી સોંપી દેવાની રહેશે.

ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા છે.બીજી બાજુ બી.એમાં પણ વર્ગદીઠ 20 બેઠકો વધવા સાથે 2600 જેટલી બેઠકો વધી છે ત્યારે આર્ટસમાં વિદ્યાર્થી ક્યારે અને કઈ રીતે પ્રવેશ લઈ શકશે તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GxHTLr
via IFTTT

Post a Comment

أحدث أقدم