પુરૂષ મિત્રએ પૈસા પરત ન કરતાં યુવતીએ દવાનો ઓવરડોઝ લીધો !


સોલામાં આપઘાતનો પ્રયાસ કરી ત્રાસની ફરિયાદ

અગાઉ લીવ-ઈનમાં રહેતી હતી તે યુવક દારૂના ગુનામાં પકડાતાં ડરના કારણે સંબંધ તોડી નાંખ્યા

અમદાવાદ : પોતે અગાઉ જેની સાથે લીવ-ઈનમાં રહેતી હતી તે યુવકે ઉછીના લીધેલા પૈસા પરત આપવાના બદલે ધમકી આપી હતી. ધમકી અને ત્રાસના કારણે યુવતીએ 15 ગોળીઓ ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સોલા પોલીસે ધમકી આપવા અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી 29 વર્ષની યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, ફ્રેન્ડશીપના કારણે ત્રણેક વર્ષથી માતા-પિતાથી અલગ રહું છું. અગાઉ લીવ-ઈન રિલેશનશીપમાં સાહીલ કનુભાઈ શર્મા (રહે. અસારવા) સાથે રહેતી હતી પરંતુ એકાદ વર્ષથી મન-મેળ ન હોવાથી યુવતી એકલી રહે છે. 

એકલી રહેતી હોવાનું પસંદ ન હોવાથી સાહીલ વારંવાર ફોન ઉપર ઝઘડો કરે છે અને મરી જવાની ધમકી આપે છે. અગાઉ સાહીલે 44000 રૂપિયા ઉછીના લીધા હતા તે પરત મેળવવા યુવતી તેને મળી હતી. સાહીલે ગુસ્સો કરી ઝઘડો કરતાં યુવતી ઘરે પરત આવી ગઈ હતી.

સાહીલ સતત હેરાન કરતો હોવાથી લાગી આવતાં યુવતીએ પેરાસીટામોલની 15 ગોળીઓ ગળી આપઘાતની કોશિષ કરી હતી. યુવતીએ તેના મિત્રને ફોન કરતાં તેણે આવીને સોલા સિવિલમાં ખસેડી હતી. સોલા સિવિલમાં દાખલ યુવતીએ જુના પુરૂષ મિત્ર સાહીલ શર્મા સામે ધમકી આપવા અંગે સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3E1Z31P
via IFTTT

Post a Comment

أحدث أقدم