
સરકારી નોકરી કરતી યુવતીની પતિ, સાસરિયા સામે ફરિયાદ
એન્જિનિયર યુવતીને ટોરન્ટોથી સાસરિયાએ પાછી બોલાવી કેનેડા જવા પતિ ડોક્યુમેન્ટસ મોકલતાં નથી
અમદાવાદ : પોતે પ્રોફેસર તરીકે જોબ કરતાં હતાં ત્યારે પ્રોફેસર તરીકે કાર્યરત યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં. લગ્ન પછી પત્નીએ પૈસાની મદદ કરતાં પતિ કેનેડાના ટોરન્ટો પહોંચ્યો. થોડા સમય પછી પત્ની પણ કેનેડા ગઈ પણ સાસરિયાએ પરત બોલાવી લીધી. આ પછી પરિણીતાને કેનેડા પાછું જવું છે પણ પતિ ડોક્યુમેન્ટસ મોકલતાં નથી.
આમ, પ્રોફેસર હતા ત્યારે પ્રેમલગ્ન કરનાર પતિએ કેનેડા જઈને તરછોડી દેતાં યુવતીએ ચાદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં ચાંદખેડામાં રહેતા ચંદાબહેન રૂદ્રપ્રતાપસિંહ પટેલે કેનેડાના ટોરન્ટોમાં રહેતા પતિ રૂદ્રપ્રતાપસિંહ હેમંતસિંહ, સાસરિયા હેમંતસિંહ નરસિંગભાઈ પટેલ, નયનાબહેન હેમંતસિંહ પટેલ, દિગ્વીજયસિંહ હેમંતસિંગ પટેલ અને દીપિતાબહેન દિગ્વીજયસિંહ પટેલ સામે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નવા સચિવાલય ગાંધીનગર ખાતે એન પી ડી સી વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ચંદાબહેને ફરિયાદમા ંઆક્ષેપ કર્યોે છે કે, મહેસાણા ગણપત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતાં ત્યારે સાથે જ પ્રોફેસર તરીકે નોકરી કરતાં રૂદ્રપ્રતાપસિંહ પટેલ સાથે પ્રેમસંબંધ થયો હતો.
બન્નેના પરિવારની સહમતિથી નવેમ્બર-2016માં લગ્ન કર્યા હતા. બાદમાં, સરગાસણ ખાતે સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના દોઢેક મહિના પછી ઘરકામ આવડતું નથી તેવા મહેણા ટોણા મારવામાં આવતા હતા. આખરે, પતિ-પત્ની ચાંદખેડામાં અલગ રહેવા ગયા હતા.
આ પછી ફેબુ્રઆરી-2018માં પતિ રૂદ્રપ્રતાપસિંહ કેનેડાના ટોરન્ટો ખાતે અભ્યાસ કરવા માટે ગયા હતા. પતિના અભ્યાસની ફી ભરવા માટે ચંદાબેહને પૈસા આપ્યા હતા. જુન-2019માં ચંદાબહેન પણ 435 દિવસની બીનપગારી રજા મુકીને કેનેડા ગયા હતા.
સાસુ-સસરાએ દબાણ કરતાં ચંદાબહેન ઓગસ્ટ-2020માં ગાંધીનગર પરત ફર્યા હતા. ચંદાબહેનના માતાને કોરોના થતાં તેમના સાસરિયા કહેવા લાગ્યા હતા તે તારી માતા હવે ઉમરલાયક થયા છે, જે થવાનું હોય તે થાય. સાથે જ સાસરિયા કહેતા હતા કે, તને કોઈ દિવસ કેનેડા જવા નહીં દઈએ, તને છૂટાછેડા અપાવી દઈએ.
ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, લગ્ન વખતે અપાયેલા 15 તોલા સોના-ચાંદીના દાગીના લોકરમાં મુકવાનું કહી સાસુએ મેળવી લીધા હતા તે પરત આપ્યા નથી. પતિ કેનેડા ગયા ત્યારે સંપૂર્ણ ખર્ચ બચતમાંથી આપ્યો હતો. કેનેડા ગયા ત્યારે વધુ દહેજની માગણી કરવામાં આવતી હતી. કેનેડામાં પતિને દારૂ પીવાની પણ લત લાગી ગઈ હતી અને પતિ તેના ઘરના સભ્યોનો પક્ષ લઈે મારામારી, માનસિક ત્રાસ કરતા હતા.
પતિ, સાસુ- સસરા ખોટો શક રાખી હેરાનગતિ કરતા હતા. પતિએ નવેમ્બર-2020માં કેનેડા ખાતે સ્ટોક માર્ટેમાં નુકસાન ગયાનું કહી ઉધાર લીધેલા પૈસા ચૂકવવા પૈસા માગ્યા હતા. નવેમ્બર-2020માં ચંદાબહેને 2.20 લાખ મોકલ્યા હતા. ચંદાબહેને કેનેડા જવા માટે તૈયારી કરી હતી પણ પતિએ ડોક્યુમેન્ટ મોકલ્યા નહોતા.
ઓક્ટોબર-2021માં પતિએ ઈ-મેઈલથી ખોટા આક્ષેપ કરી સંબંધ પૂરો થયો છે અને વાતચિત કરીશ નહીં તેવી વાત કરી હતી. દરમિયાન જેઠ દિગ્વીજયસિંહ પણ સ્ટુડન્ટ વિઝા મેળવી ત્રણ મહિના પહેલાં ટોરન્ટો ગયા હતા અને ત્યાં નોકરી કરે છે. પતિનું ઘર નથી તેમ કહી સાસરિયાએ કાઢી મુકતા પિતૃગૃહે રહેતા ચંદાબહેને આખરે પતિ, સાસરિયા સામે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ruFLiz
via IFTTT
إرسال تعليق