સિંગરવા ગામે લોકોએ જાતે બગીચાની સફાઇ આરંભી

અમદાવાદ,તા.31 ઓક્ટોબર 2021, રવિવાર

સિંગરવા ગામે ઔડા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરાયેલા ગામ તળાવની હાલત દયનિય બની ગઇ છે. સારસંભાળ-જાળવણીના અભાવે બગીચો જંગલમાં ફેરવાઇ ગયો છે. જેના કારણે બગીચામાં કસરત કરવા આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રજૂઆતો છતાંય ઔડાના અધિકારીઓ દ્વારા બગીચાની જાળવણી માટે કોઇ પગલા લેવાતા નથી. આ સ્થિતિમાં પોલીસ, આર્મીની ભરતી માટેની તૈયારી કરતા યુવાનોએ જાતે બગીચાની સફાઇ હાથ ધરી છે. ઝાડી-ઝાંખડા દુર કરીને રનિંગ ટ્રેકને ચાલવા, દોડવા લાયક બનાવી રહ્યા છે. તંત્ર મોટાઉપાડે કરોડો રૂપિયાના વિકાસ કામો કરે છે પરંતુ તેની જાળવણી કરતું ન હોવાથી શહેરીજનો માટે આ વિકાસકામો કોઇ કામના રહેતા નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CEBbRy
via IFTTT

Post a Comment

Previous Post Next Post