
પાંચ દિવસમાં 1 હજાર પરિવારને રૂા.5 કરોડ વળતર ચૂકવણી સાથે સુરત રાજ્યમાં મોખરે
સુરત : કોરોનાના પ્રથમ અને બીજા તબક્કામાં એવા પણ ઘણા ઘરો હતા.જેમાં આખેઆખુ પરિવાર કોરોનામાં હોમાય ગયુ હતુ. અને તેમના નજીકના પરિવારજનોમાંથી સહાય માટેના ફોર્મ ભરાતા કોને સહાય આપવી તેને લઇને ચોક્કસ ગાઇડલાઇન નહીં હોવાથી જિલ્લા કલેકટરાલય દ્વારા ગાંધીનગર જાણ કરાઇ છે. દરમિયાન પાંચ દિવસમાં 1000 પરિવારને રૂા.5 કરોનીસહાય ચૂકવણી સાથે સુરત ગુજરાત રાજ્યમાં મોખરે રહ્યું છે.
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થયા બાદ પ્રથમ તબક્કાને બાદ કરતા બીજા તબક્કામાં મૃતકોની સંખ્યા અનેકગણી વધારે હતી. આ મૃતકોમાં ઘણા એવા પણ પરિવારો હતા કે એક પછી એક વારાફરતી કોરોનામાં સપડાયા બાદ આખુ પરિવાર મોતને ભેટયુ હતુ. આવા કિસ્સામાં આ પરિવારના નજીકના સ્વજનોએ જિલ્લા કલેકટરમાં સહાય માટે ફોર્મ ભર્યા હતા.
આ ફોર્મ સાથે તેમના વારસદારોએ એફીડેવીટ પણ કરી હતી. જેમાં સીધી લીટીના વારસદારોને તો સહાય ચૂકવાઇ રહી છે. પરંતુ જેમના ઘરોમાં કોઇ જ બચ્યુ નથી. તેમાથી તેમના નજીકના સંબંધીઓએ પણ એફીડેવીટ કરી હોઇ કોને સહાય ચૂકવવી તે નક્કી નહીં હોવાથી આ સહાયને લઇને ભવિયમાં પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય તે માટે જિલ્લા કલેકટરાલય દ્વારા ગાંધીનગરથી માર્ગદર્શન મંગાવ્યુ છે.
દરમિયાન સુરતમાં 1 હજાર પરિવારોને રૂા.5 કરોડની સહાય સાથે શહેર સમગ્ર ગુજરાતમાં મોખરે છે. શહેર-જિલ્લામંથી કુલ 1956 ફોર્મ રૂા.50 હજાર સહાય માટે ભરાયા હતા. તા.25 નવેમ્બરથી વળતર આપવાનું શરૂ કરાયું હતું. સહાય ચૂકવણી વચ્ચે 80 મૃતકોનો સ્વજનોએ સરકાર તરફથી અપાતી સહાય લેવાનો ઇન્કાર કરી દીધો છે. આ પરિવારો મોટાભાગે અઠવાઝોન વિસ્તારના છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rlPkQO
via IFTTT
Post a Comment