(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯
કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરુરે છ મહિલા સાસદો સાથેની પોતાની સેલ્ફી ટ્વિટર ઉપર પોસ્ટ કરીને તેની નીચે કેપ્શનમાં લખ્યું હતુૃં કે કોણ કહે છે કે કામકાજ માટે લોકસભા આકર્ષક સ્થળ નથી? જો કે તેમની ટ્વિટર ઉપરની આ તસ્વીર અને તેમણે લખેલી કેપ્શનના કારણે વિવાદનો વંટોળ સર્જાયો હતો કેમ કે ઇન્ટરનેટ અને ટ્વિટરનો ઉપયોગ કરનારા તથા શરુરને ફોલો કરનારા સંખ્યાબંધ લોકોએ તેમને કામુક ગણાવ્યા હતાજો કે બાદમાં થરુરે તેમની તસ્વીર અને કેપ્શનના કારણે કોઇની લાગણી દુભાઇ હોય તો માફી પણ માંગી લીધી હતી અને કહ્યું હતું કે તમામ મહિલા સાંસદો ખુબ સારા મૂડમાં હતી અને તેઓની પહેલના કારણે જ આ સેલ્ફી લેવામાં આવી હતી, એટલું જ નહીં પરંતુ તે મહિલા સાંસદોએ જ મને તે તસ્વીર ટ્વિટર ઉપર પોસ્ટ કરવા જણાવ્યું હતું
સુપ્રીમ કોર્ટના ખ્યાતનામ એડવોકેટ કરુણા નંદીએ વળી એવું ટ્વિટ કર્યું હતું કે શશી થરુર જેવી વ્યક્તિ ચૂંટાયેલા નેતાઓને તેઓના દેખાવ પૂરતા સિમિત કરી દઇ પોતાના ઉપર કોમેન્ટ કરવાની યુક્તિ કરી રહ્યા છે જે ખરેખર આશ્ચર્યજનક બાબત છે. નંદીની આ ટ્વિટનો જવાબ આપતા બેડમિન્ટનની ખેલાડી અને અર્જુન એવોર્ડે વિજેતા જ્વાલા ગટ્ટાએ કહ્યું હતું કે ના, કરુણા ખરેખર તેમ નથી. મારું માનવું છે કે આપણે આ તસ્વીરને હળવાશમાં લેવી જોઇએ અને પ્રત્યેક વસ્તુને ઉંધા ચશ્માથી જોવી જોઇએ નહીં. ખરેખર તો આ તસ્વીર સંસદમાં રહેલી તમામ મહિલા સાંસદો માટે એક શુભેચ્છા સ્વરુપ છે. જો કે આ મારો અંગત અભિપ્રાય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rsUp9E
via IFTTT
إرسال تعليق