
સ્ટેટ કાઉન્સિલને કમિશનનો પરિપત્ર
ઈન્સપેકશન વગર કમિશને માન્યતા આપતા 2020-21ના વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન મુદ્દે સૂચના અપાઈ
અમદાવાદ : નેશનલ મેડિકલ કમિશને કોરોનાને લીધી પેજી મેડિકલ કોલેજોને નવા કોર્સ-બેઠક વધારા માટે અને રિન્યુઅલ પરમિશનની મંજૂરીઓ ઈન્સપેકશન વગર આપી હતી.જેથી કમિશને 2020-21માં પાસ થનારા પીજી મેડિકલના વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટે સ્ટેટ કાઉન્સિલોને સૂચના આપી છે.
નેશનલ મેડિકલ કમિશને તમામ સ્ટેટ મેડિકલ કાઉન્સિલોને પરિપત્ર કરી સૂચના આપી છે કે કોરોનાને લીધે મેડિકલ એજ્યુકેશન બોર્ડ અને મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ દ્વારા ઈન્સપેકશન વગર તમામ પીજી મેડિકલ કોર્સીસને એક વર્ષ માટે પ્રવેશ માન્યતા આપી દેવાઈ હતી.
જેથી 2020-21ના વર્ષમાં એમડી,એમ.એસ અને ડીએમ-એમસીએચ (સુપર સ્પેશ્યાલિટી)નો અભ્યાસ પૂર્ણ કરનારા તમામ ઉમેદવારોનું રજિસ્ટ્રેશન કમિશનની વેબસાઈટ પર મુકાયેલી કોર્સ-કોલેજની માન્યતાના આધારે કરી દેવુ.
ઉમેદવારોને તેમની એડિશનલ ક્વોલિફિકેશનના રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી ન પડે તે માટે કમિશન દ્વારા ખાસ એક વર્ષનું પ્રોવિઝનલ રેક્ગ્નાઈઝેશન તમામ પીજી કોર્સ-કોલેજોને અપાયુ હતુ.
પીજી મેડિકલ-સુપરશ્પેયાલિટીમાં ગત વર્ષ પાસ થનારા તમામ ઉમેદવારોનું અને પીજી કોર્સનું કમિશને આપેલી માન્યતાના આધારે ક્વોલિફિકેશન માટે રજિસ્ટ્રેશન કરી માન્યતા આપવી. મેડિકલ કમિશને ચાલુ વર્ષે પણ ઈન્સપેકશન વગર જ એક વર્ષ માટે પ્રોવિઝનલ માન્યતા તમામ પીજી કોર્સને આપી દીધી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mwBLuJ
via IFTTT
Post a Comment