
- કોર્ટે જેલની સજા સાથે રૂા.૨.૫૦ લાખ ચૂકવવા પણ આદેશ કર્યો
વિરમગામ : વિરમગામ શહેરમાં એક મહિલાએ ધી ભાગ્યોદય શરાફી સહકારી મંડળી લી. પાસેથી લીધેલી રૂા.૧.૫૦ લાખની લોન સમય મર્યાદામાં લોન ભરપાઇ ન કરતા ચેક રીટર્નની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસ વિરમગામની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ૬ માસની સાદી કેદની સજા અને રૂા.૨,૫૦,૦૦૦ ચુકવી આપવા હુકમ કર્યો હતો.
વરમગામ શહેરમાં મોઢની શેઠફળી ખાતે રહેતા રૂપલબેન રમેશભાઇ વ્યાસએ અંગત તથા ધંધાકીય કામકાજ અર્થે ધી ભાગ્યોદય શરાફી સહકારી મંડળી લી. પાસેથી તા.૧૩-૧૦-૨૦૧૭ના રોજ રૂા.૧.૫૦ લાખની લોન લીધી હતી. આ લોન ૩૬ કટકામાં ભરપાઇ કરવાની હતી. જોકે આ હપ્તા સમયસર ભરવા માટે અવારનવાર જાણ કરવા છતાં લોનની ભરપાઇ ન કરવામાં આવચા ૩૧-૩-૨૦૧૯ના રોજ લોન પેટેનો હિસાબ કરાવી ૮-૪-૨૦૧૯ના રોજ રૂા. ૧,૬૬,૧૦૧નો ચેક મંડળીમાં આપ્યો હતો. આ ચેક બેલેન્સના અભાવે રિટર્ન થયો હતો.
દરમિયાન આ કેસ વિરમગામ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા રૂપલબેન વ્યાસને તક્સીરવાન ઠરાવી નોગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ છ માસની સાદી કેદની સજા અને ચેક રીટર્ન રૂા.૨,૫૦,૦૦૦ ચુકવી આપવા હુકમ કર્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p6Cl2s
via IFTTT
Post a Comment