કપાસના ભાવ રૂા.69000 થઈ જતાં યાર્નની નિકાસમાં સ્પર્ધાત્મકતા ખતમ


356 કિલોની કપાસ કેન્ડીના ભાવમાં રૂા. 4000નું ગાબડું 

યાર્નના કિલોદીઠ ભાવ રૂા. 370-373ની રેન્જમાં પહોંચી જતાં સ્પિનર્સને તેમાંથી ફેબ્રિક્સ-કપડું બનાવી વેચવામાં પડી રહેલી તકલીફ 

અમદાવાદ : કપાસ અને યાર્નના ભાવ સ્થાનિક બજારમાં સતત ઊંચા જઈ રહ્યા હોવાથી સ્પિનર્સ પાસેથી યાર્ન ખરીદીને ફેબ્રિક્સ બનાવનારાઓ પાસે વેપારીઓને ફેબ્રિક્સ (કપડું) ખરીદવાનું પરવડતું ન હોવાની બૂમ ઊઠી છે.

તેને પરિણામે ય ાર્ન બનાવનારાઓની હાલત કફોડી થઈ રહી છે. બીજીતરફ યાર્નના ભાવ પણ સતત ઊંચા જઈ રહ્યા છે તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય યાર્ન એક્સપોર્ટર્સને બાંગલાદેશ, વિયેટનામ અને ચીનના નિકાસકારો સામે સ્પર્ધા કરવી કઠિન પડી રહી છે. તેથી તેઓ બજાર ગુમાવી રહ્યા છે. 

અમદાવાદની ટેક્સટાઈલ માર્કેટના સૂત્રોનું કહેવું છે કે યાર્નનો કિલોદીઠ ભાવ અત્યારે રૂા. 370થી 373ની આસપાસ બોલાઈ રહ્યો છે. પરંતુ રૂા. 355થી ઉપરના ભાવે તેની સ્થાનિક બજારમાં ડિમાન્ડ ઓછી થઈ રહી છે. તેમાંથી ફેબ્રિક્સ તૈયાર કરનારાઓનું આ ભાવના યાર્નમાંથી તૈયાર થયેલી ફેબ્રિકસ લેવા કોઈ તૈયાર થતું નથી. તેથી દિવાળી બાદ સ્પિનિંગના કામકાજ પર તેની અવળી અસર પડી છે.

યાર્નના કિલોદીઠ ભાવ રૂા. 350થી 355ની આસપાસના હોય તો જ સ્થાનિક સ્પીનર્સે તેમાંથી બનાવેલી કપડું - ફેબ્રિક્સ ખરીદનાર મળી શકે છે. આમ યાર્નના વેચાણ તેનાથી ઉપર થાય તો સ્પીનર્સ તેનાથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. સ્થાનિક બજારમાંત ે વેચવા જાય તો તેના પરનો જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે. તેનો યાર્ન ખરીદનારાઓ પર

બીજીતરફ એક્સપોર્ટના બજારમાં પણ ભારતના યાર્ન અન્ય હરીફ દેશોન ા યાર્ન કરતાં ઊંચા થઈ રહ્યા છે. તેથી નિકાસના બજારમાં તેમના હરીફ વિયેટનામ, બાંગલાદેશ અને ચીનના નિકાસકારો સામેની સ્પર્ધામાં ટકવું ભારતના નિકાસકારોને તકલીફ પડી રહી છે. આ સંજોગોમાં યાર્નના ભાવને નિયંત્રણમાં લેવા માટે સરકાર તરફથી ચોક્કસ પગલાં લેવાવા જરૂરી છે.

જાન્યુઆરી 2021માં જે યાર્નનો કિલોદીઠ ભાવ રૂા. 210ની આસપાસનો હતો તે યાર્નનો ભાવ આજે રૂા. 370-373ની આસપાસ રમી રહ્યો છે. કપાસના ભાવ ઊંચકાઈ જતાં નાના સ્પિનર્સને પણ તેમના એડવાન્સ ઓર્ડર પ્રમાણે માલ સપ્લાય કરવામા ંતકલીફ પડી રહી છે. કારણ કે કપાસના ભાવ વધી ગયા છે. આ સ્થિતિમાં સ્પીનર્સની હાલત પણ કફોડી થઈ રહી છે. તેની અસર રેડીમેડ ગારમેન્ટ તૈયાર કરનારાઓ પર પણ પડી રહી છે.

ગારમેન્ટનો ઓર્ડર મળ્યા પછી 90 દિવસના ગાળામાં તેના ઓર્ડરનું શિપમેન્ટ કરવાનું હોય છે. આ ગાળામાં કોટન યાર્નના ભાવ વધી જતાં હોવાથી તેમને ગારમેન્ટની નિકાસમાં મળતો ગાળો મળી શકતો નથી. તેમને માટે નિકાસ કરવા નફાકારક જ રહેતી નથી. તેમ જ ઘણાંને તો નુકસાન કરવાની નોબત આવી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31767w3
via IFTTT

Post a Comment

Previous Post Next Post