
હજારો કાર્ડધારકો રાશન લેવા વાજબી ભાવની દુકાને જતા નથી
અમદાવાદ, ભરૂચ, નવસારી, વડોદરા, ખેડા, ગીર સોમનાથ, સાબરકાંઠા, અમરેલીમાં સાઇલન્ટ કાર્ડની સંખ્યા સૌથી વધુ
અમદાવાદ : રેશનકાર્ડ હોવા છતાંય હજારો કાર્ડધારકો વાજબી ભાવની દુકાનેથી ખાંડ-અનાજ સહિતની સામગ્રીની ખરીદી કરતા નથી. અન્ન નાગરિક પુરવઠા વિભાગે હવે વાજબી ભાવની દુકાનેથી ખરીદી ન કરતાં કાર્ડધારકોના રેશનકાર્ડ જ સાયલન્ટ કરી દીધા છે. ગુજરાતભરમાં કુલ મળીને 2.98 લાખથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવાયા છે.
અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગરીબ કુટુંબોને દર મહિને ખાંડ ,અનાજ ઉપરાંત અન્ય ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. જોકે, આંખે ઉડીને વળગે તેવી વાત એ છેકે, સસ્તા દરે ખાંડ-અનાજ સહિતની સામગ્રી અપાય છે છતાંય કાર્ડધારકો વાજબી ભાવની દુકાને આ ચીજવસ્તુઓની ખરીદતા જ નથી.
હવે અન્ન નાગરિક પુરવઠા વિભાગે નક્કી કર્યુ છેકે, ત્રણ મહિના સુધી કાર્ડ ધારક વાજબી ભાવની દુકાનેથી ખાડ-અનાજ ન ખરીદે તો રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવાય છે. એટલું જ નહીં, જો રેશનકાર્ડ ધારકને પુન: કાર્ડ ચાલુ કરાવવુ હોય તો પુરવઠા કચેરીએ જઇને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે છે.
સપ્ટેમ્બર-2021 સુધી ગુજરાતમાં કુલ 2,98,967 રેશનકાર્ડ કાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે. આખાય ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 22,442 કાર્ડ સાયલન્ટ કરાયા છે.
આ ઉપરાંત ભરૂચમાં 15,158 કાર્ડ, ગીર સોમનાથમાં 10,827 કાર્ડ , ખેડા જિલ્લામાં 13,258 કાર્ડ , નવસારીમાં 14,993 કાર્ડ, પોરબંદરમાં 10,111, સાબરકાંઠામાં 14,441, અને વડોદરામાં 14,463 કાર્ડ સાયલન્ટ કરાયા છે. અિધકારીક સૂત્રોનુ કહેવુ છેકે, રહેણાંકનું સૃથળ બદલાયુ હોય, કોરોના બાદ અન્ય શહેર-રાજ્યમાં રહેવા ગયા હોય તેવા કિસ્સામાં ય રેશનકાર્ડ ધારક વાજબી ભાવની દુકાને આવતાં નથી.
આ ઉપરાંત એક જ શહેરમાં રહેતા હોય પણ વાજબી ભાવની દુકાન અન્ય વિસ્તારમાં હોય તો પણ આવુ બને છે. હવે કુટુંબ દીઠ ખાંડ-અનાજની માત્રા ઓછી મળે છે જેથી રેશનકાર્ડ ધારકો ખરીદવામાં રસ ધરાવતાં નથી. આમ, રેશનકાર્ડ ધારકો ખરીદી ન કરતાં અન્ન પુરવઠા વિભાગે કાર્ડ સાયલન્ટ કરવાની કામગીરીને વંગ આપ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3D1c76h
via IFTTT
إرسال تعليق