
70% નવા કેસ માત્ર વડોદરા-અમદાવાદ-સુરતમાં નોંધાયા : એક્ટિવ કેસ 205
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 નવા કેસ સામે આવ્યા છે જ્યારે એકપણ મૃત્યુ નોંધાયું નથી. રવિવારે માત્ર 94,555ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. ઓક્ટોબરમાં કોરોનાના કુલ 641 કેસ નોંધાયા છે અને 7 વ્યક્તિના મૃત્યુ થયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરામાંથી સૌથી વધુ 6, અમદાવાદ શહેરમાંથી 2-ગ્રામ્યમાંથી 2 સાથે 4, સુરતમાંથી 4, વલસાડમાંથી 3, જુનાગઢમાંથી 2 અને ભાવનગરમાંથી 1 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ કુલ કેસનો આંક હવે 8,26,577 છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10,089 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 23 દર્દી કોરોનાથી સાજા થયા છે.
અત્યારસુધી કુલ 8,16,283 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.76% છે. રાજ્યમાં હાલ 205 એક્ટિવ કેસ છે અને ચાર દર્દી વેન્ટિલેટર પર છે. વલસાડ 44, વડોદરા 36, અમદાવાદ 34, સુરત 33, કચ્છ 12, નવસારીમાં 10 સાથે સૌથી વધુ એક્ટિવ કેસ છે. 20 જિલ્લામાં એકપણ એક્ટિવ કેસ નથી. રાજ્યમાં કુલ વેક્સિનેશનનો આંક હવે 7.07 કરોડ થયો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bqmoxx
via IFTTT
إرسال تعليق