ડિગ્રી ઈજનેરી:ઓફલાઈન પ્રવેશ બાદ 1,600 સરકારી બેઠકો ખાલી


નોન એલોટેડ બેઠકોની પ્રક્રિયા માટે રૂબરૂ બોલાવાયેલા વિદ્યાર્થીઓમાંથી 90ને પ્રવેશ:હાલ કેન્દ્રીય પ્રક્રિયા પૂર્ણ

અમદાવાદ : ડિગ્રી ઈજનેરીની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં બે ઓનલાઈન રાઉન્ડ બાદ ઓફલાઈન રાઉન્ડ કરવામા આવ્યો હતો અને ખાલી રહેલી નોન એલોટેડ સીટો માટે રૂબરૂ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.આ તમામ પ્રવેશ પ્રક્રિયા બાદ પણ 1600 જેટલી સરકારી બેઠકો ખાલી રહી છે.

ડિગ્રી ઈજનેરીમાં એડમિશન કમિટી દ્વારા બે ઓનલાઈન રાઉન્ડ કરવામા આવ્યા હતા. બે રાઉન્ડ બાદ પણ 31 હજારથી વધુ બેઠકો ખાલી હતી.જેમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 2400 જેટલી બેઠકો ખાલી હતી. આ બેઠકોમાં નોન રિપોર્ટેડ ખાલી બેઠકો માટે ત્રીજો ઓનલાઈન રાઉન્ડ કરવામા આવ્યો હતો.જેમાં માંડ 600થી વધુ નવા પ્રવેશ થયા હતા.

ત્યારબાદ 30મીએ નોન એલોટેડ ખાલી  બેઠકો માટે મેરિટ પ્રમાણે રૂબરૂ વિદ્યાર્થીઓને સમિતિ ખાતે બોલાવવામા આવ્યા હતા.જેમાં 90 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે.આ વિદ્યાર્થીઓે 15મી સુધી જે તે કોલેજ ખાતે રિપોર્ટિંગ કરી પ્રેવશ કન્ફર્મ કરવાનો રહેશે. એસીપીસી દ્વારા હવે ઓફલાઈન પ્રવેશ પૂર્ણ થવા સાથે કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવાઈ છે.

પ્રવેશ પ્રક્રિયાને અંતે સરાકરી અને ગ્રાન્ટેડ કોલેજોની 1600 જેટલી બેઠકો ખાલી પડી છે.જેમાં મિકેનિકલ,સિવિલ, ઈલેક્ટ્રિકલ, પ્રોડકશન, ઓટોમોબાઈલ સહિતની વિવિધ બ્રાંચની બેઠકો ખાલી પડી છે. જો કે એઆઈસીટીઈ દ્વારા એકેડેમિક કેલેન્ડર સુધારી નવુ જાહેર કરાયુ છે જે મુજબ વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત 30 નવેમ્બર સુધી વધારી દેવાઈ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BwDkNy
via IFTTT

Post a Comment

Previous Post Next Post